સમાચાર

અમરેલીમાં આજે ‘‘70 વર્ષ 70 કદમ ભારત નિર્માણના” ઈ-બુકનું ભાજપનાં આગેવાનો દ્વારા લોચિંગ કરાશે

જિલ્‍લા ભાજપનાં મહામંત્રી કૌશિક વેકરીયાદ્વારા નિર્મિત થયા બાદ

અમરેલીમાં આજે ‘‘70 વર્ષ 70 કદમ ભારત નિર્માણના” ઈ-બુકનું ભાજપનાં આગેવાનો દ્વારા લોચિંગ કરાશે

કેન્‍દ્રિય મંત્રી રૂપાલા, દિલીપ સંઘાણી સહિતનાં નેતાઓનાં હસ્‍તે થશે લોચિંગ

અમરેલી, તા. 16

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનાં 70માં જન્‍મદિવસે જિલ્‍લા ભાજપનાં મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા ઘ્‍વારા કલેકટર એડિશન કહી શકાય તેવી સ્‍પેશ્‍યલ ઈ-બુક તૈયાર કરી છે. આ બુકનું નામ ભભ70 વર્ષ 70 કદમ ભારત નિર્માણનાભભ રાખવામાં આવ્‍યું છે. આ વિશેષ બુક નરેન્‍દ્રભાઈ મોદીજીના જીવનસફરની 70 ઘટનાક્રમ સાથે સંકળાયેલી છે. આ બુકમાં એવા નિર્ણયો, પ્રસંગો અને યોજનાઓને સાંકળવામાં આવી છે જે ભારતના જનજીવનમાં સુખાકારી લાવવા માટે નિર્ણાયક બન્‍યા હોય.

કૌશિક વેકરીયાએ જણાવ્‍યું હતું કે, 17 સપ્‍ટેમ્‍બર ર0ર0નાં બપોરે 1-30 કલાકે ઝૂમ એપ્‍લિકેશનના માઘ્‍યમથી નરેન્‍દ્રભાઈ મોદી પર તૈયાર કરાયેલી ઈ-બુકનું લોચિંગ કેન્‍દ્રિય મંત્રી પરશોતભાઈ રૂપાલા, કેન્‍દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી હકુભાઈ જાડેજા, ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજરાત મ્‍યુનિસિપલ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપના આગેવાન મહેશભાઈ કસવાલા, જિલ્‍લા ભાજપના પ્રભારી જયંતીભાઈ કવાડીયા, જિલ્‍લાભાજપના પ્રભારી ભરતભાઈ ગાજીપરા, જિલ્‍લા ભાજપના પ્રમુખ હિરેનભાઈ હિરપરાની વિશેષ ઉપસ્‍થિતિમાં કરવામાં આવશે.

error: Content is protected !!
%d bloggers like this: