સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર7 કેસ : કુલ કેસ 1698

ર43 દર્દીઓ સારવાર લઈ રહૃાા છે

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર7 કેસ : કુલ કેસ 1698

મૃત્‍યુઆંક 30માં કોઈ વધારો દર્શાવાતો નથી

અમરેલી, તા. 16

અમરેલી શહેરનાં 9 કોરોના પોઝિટિવ મળી બુધવારે ર7 નવા પોઝિટિવ કેસ આવતાં કોરોના દર્દીની કુલ સંખ્‍યા 1698 ઉપર પહોંચી જવા પામી છે. જેમાં હાલમાં ર43 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ રાખવામાં આવ્‍યા છે.

અમરેલી શહેરનાં ટાવર ચોક, વૃંદાવન સોસાયટી,શાસ્‍ત્રીનગર, જેશીંગપરામાં ર કેસ, હનુમાનપરા, રોકડીયાપરા, સુખનાથપરા તથા બ્રાહ્મણ સોસાયટીમાં નવા કેસ સામે આવ્‍યા છે.

આ ઉપરાંત કુંકાવાવમાં 3 કેસ, લાઠી પંથકમાં ર કેસ, રાજુલામાં ર કેસ, સાવરકુંડલામાં 4 કેસ, બગસરા પંથકમાં ર કેસ, ધારીમાં ર કેસ મળી જિલ્‍લામાં કુલ ર7 નવા કેસ નોંધાયા છે.

error: Content is protected !!
%d bloggers like this: