સમાચાર

લીલીયામાં ભુગર્ભ ગટરની સમસ્‍યાને લઈને રોષની આંધી

ધારાસભ્‍યનાં પ્રતિક ધરણાને પ્રચંડ સમર્થન

લીલીયામાં ભુગર્ભ ગટરની સમસ્‍યાને લઈને રોષની આંધી

વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખીને ગટર પ્રશ્‍ને નારાજગી વ્‍યકત કરી

ગામનાં આબાલ-વૃઘ્‍ધ, મહિલાઓ, યુવકો સહિત સૌ કોઈએ ધારાસભ્‍યને સમર્થન કર્યુ

ઘણા દિવસો બાદ કોંગી આગેવાનો વિપક્ષની મહત્‍વની ભૂમિકા ભજવવામાં સફળ રહૃાા

લીલીયા, તા. 16

લીલીયામાં ભુગર્ભ ગટરનો પ્રશ્‍ન છેલ્‍લા એક દાયકાથી માથાનાં દુઃખાવારૂપ બન્‍યો છે. અને હાલમાં ગટરનાં ગંદા પાણી શહેરનાં રોડ-રસ્‍તા પર ઉભરાઈ રહૃાા છે. આ પ્રશ્‍ને ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે અહીની મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનનો પ્રારંભ કરેલ છે.

લીલીયા શહેરમાં ભુગર્ભ ગટર પ્રશ્‍ન પેચીદો બની ગયો છે. આ યોજનાનું ખાતમુર્હુત થયું ત્‍યારથી લોકોને પારાવાર હાડમારી વેઠવી પડી રહી છે. કામ ચાલું હતું ત્‍યારેઆડેધડ તુટેલા રસ્‍તા અને નબળા કામના કારણે લોકોએ અગાઉ અનેકવાર આંદોલનો કર્યા હોવા છતાં કશું જ પરિણામ મળ્‍યું નથી. પાછલા કેટલાંક સમયથી ભુગર્ભ ગટરનાં ગંદા પાણીનાં નિકાલ માટે બનાવવામાં આવેલ પંપીંગ સ્‍ટેશનોનાં સાધનો અને જાળવણીનાં અભાવે તમામ પમ્‍પીંગ સ્‍ટેશનો બંધ પડેલ હોવાથી શહેરનાં સાંઈનાથપરા, હનુમાનપરા, સંધીવાસ સહિતનાં વિસ્‍તારોની પાઈપલાઈનો ઠેર-ઠેર ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે ભુગર્ભ ગટરની કુંડીઓમાંથી ગંદા પાણી ઉભરાઈને શહેરની ગલી-શેરી અને બજારોમાં ફરી વળ્‍યા છે. જવાબદાર તંત્ર આનો કોઈ ઉકેલ લાવી શકયું નથી.

આ અંગે અગાઉ હાઈકોર્ટમાં પણ પીએલઆઈ દાખલ કરાઈ છે. કોર્ટ ઘ્‍વારા કેટલાંક વચગાળાનાં હુકમો કરવામાં આવ્‍યા છે પરંતુ આજદિન સુધી તેની અમલવારીનાં મુદે જવાબદારો બેદરકારો છે. ત્‍યારે આ પ્રશ્‍ન લઈને ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે આજથી ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે.

ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનાં સમર્થનમાં વહેલી સવારથી નાવલી બજાર, મેઈન બજાર, લાઠી રોડનાં વેપારીઓએ પોતાના વેપાર ધંધા સજજડ બંધ પાળી સમર્થન આપી વિરોધ દર્શાવ્‍યો હતો અને ભુગર્ભ ગટર પ્રશ્‍નને લઈ કેટલાંક લોકો રાજનીતિ કરતા નજરે પડયા હતા. આ તકે ધારાસભ્‍ય પ્રતાપ દુધાતનાં સમર્થનમાં પૂર્વ સરપંચ ખોડાભાઈ માલવીયા,કાંતિભાઈ ડુંગરીયા, વેપારી અગ્રણી રસિકભાઈ વંડ્રા, મનોજભાઈ સેજપાલ સહિતનાં ગ્રામજનો જોડાયા હતા. ભુગર્ભ ગટર પ્રશ્‍ને હાઈકોર્ટનાં એડવોકેટ નિલેશ શાહ ઘ્‍વારા નોટીસ ઈસ્‍યુ થતાં જવાબદાર અધિકારીઓનાં પગ નીચે રેલો આવશે તેવું ચર્ચાઈ રહૃાું છે.

error: Content is protected !!
%d bloggers like this: