સમાચાર

અમરેલીનાં ડાયમંડ કિંગ વસંત ગજેરાએ પ્રધાનમંત્રી મોદીને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી

અમરેલીનાં ડાયમંડ કિંગ વસંત ગજેરાએ પ્રધાનમંત્રી મોદીને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી

અમરેલી, તા.16

અમરેલીના ડાયમંડ કિંગ વસંત ગજેરાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને પત્ર પાઠવીને 70માં જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવી છે.

પત્રમાં જણાવેલ છે કે, ગુજરાતની ધીંગી ધરાને પાવન કરતા આપના વ્‍યકિતત્‍વના અવતરણ દિને આપને શુભેચ્‍છા સાથે અભિનંદિત કરતા મારી શબ્‍દતૃષા લાગણી વડે આપના પાવનકારી જન્‍મદિને શુભેચ્‍છા પાઠવતા હર્ષની અનુભૂતિ સેવું છું.

આર.એસ.એસ.ના આદર્શોને ચરિતાર્થ કરતા આપના મનોરમ્‍ય વ્‍યકિતત્‍વની સાથો સાથ ભારતીય જનતા પક્ષને એક અનેરી ઉંચાઈઓ પ્રસ્‍થાપિતતા પ્રદાન કરતા એક આદર્શ મહાપુરૂષના જન્‍મ દિને શબ્‍દો એવમ લાવણ્‍ય સ્‍વરૂપે આપની નિશ્રા સમગ્ર રાષ્‍ટ્રના ઉત્‍થાનના કાર્યને વધુ વેગસંપન્‍નતા પ્રદાન થઈ છે. જેનો સાક્ષી ભાવ સાદર કરતા કૃતજ્ઞ        બન્‍યો છું.

રાષ્‍ટ્રીય ભાવનાની સાથો સાથ સમગ્ર રાષ્‍ટ્રની ખેવના, જતન એવમ સંવર્ધન કરતા આપના સ્‍વરૂપે એક ઈશ્‍વરીય મહામૂલા મહા- માનવને આજના પાવનકારી પર્વ નિમિતે લાખલાખ વંદન સાથે ઋણી બન્‍યો છું. સમગ્ર રાષ્‍ટ્ર માટે આપનો જન્‍મ દિન એક ઐતિહાસિકતા પ્રદાન કરશે તેવી શ્રઘ્‍ધા સાથે રાષ્‍ટ્રના આ પાવનકારી પર્વને ભભઆત્‍મ નિર્ભર ભારતભભ સૂત્ર આપે પ્રદાન કર્યું છે. જેને ચરિતાર્થતા પ્રદાન કરવા અર્થે સમગ્ર રાષ્‍ટ્રની જનતા આપના આદર્શો એવમ આપની અલૌકિક કાર્યશકિતના તેજપુંજની જયોતથી પુલ્‍લકિત બન્‍યું છે. જેનો ગૌરવ અનુભવું છું. આપના દિર્ધાયુ, નિરામયતા, નિરોગીતા એવમ સુખાકારી સ્‍વાસ્‍થ્‍ય માટે પરમ કૃપાળુ પરમાત્‍માને પ્રાર્થના સાથે આપના દરેક કાર્યોને ચરિતાર્થતા પ્રદાન કરવા અર્થે હું હરહંમેશ આપના આદર્શોની નિશ્રા ઝંખું છું. પુનઃ અભિનંદિતતા પ્રદાન કરતા આપના માંગલ્‍યસભર જન્‍મ દિને શુભેચ્‍છા સાથે વંદન તેમ અંતમાં જણાવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: