સમાચાર

રાજુલામાં નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે ઉકાળા વિતરણ

રાજુલામાં નરેન્‍દ્ર મોદીના જન્‍મદિન નિમિત્તે ઉકાળા વિતરણ

દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસે ભસેવા સપ્‍તાહભ નિમિત્તે રાજુલા શહેર ભાજપ મંડલ દ્વારા આજરોજ સવારે 08 વાગ્‍યા થી 10 વાગ્‍યા સુધી ઉકાળાનું વિતરણ કરેલ છે. જેમાં રાજુલા શહેરના વેપારી લોકોએ લાભ લીધો. તાલુકાના નાના ગામના લોકોએ પણ લાભ લીધો. જેમાં અમરેલી જિલ્‍લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ લાડુમોર, આશિષભાઇ વાવડીયા, મનોજભાઇ સંઘવી, ગજેન્‍દ્રસિંહ પરમાર, કાનાભાઇભરવાડ, મનીષ વાઘેલા, અમિતભાઇ બાબરીયા, ઘનશ્‍યામભાઇ મશરૂ, મહેશભાઇ ટાંક, કેતનભાઇ દવે, હિંમતભાઇ જિંજાળા હાજર રહેલ.

error: Content is protected !!
%d bloggers like this: