સમાચાર

ચાવંડ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રકતદાન કેમ્‍પ યોજાયો

ચાવંડ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રકતદાન કેમ્‍પ યોજાયો

તા.14/9/ર0ર0ના રોજ ડો. મુકેશસીંહને બ્‍લડબેંકની ટેલીફોનીક સુચનાને અનુલક્ષી થેલેસીમીયાના બાળકો માટે બ્‍લડની જરૂરીયાત હોઇ તા. 16/09/ર0ના રોજ રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. જેમાં આસપાસના ગામો તેમજ ચાવંડ આરોગ્‍ય કેન્‍દ્રના સ્‍ટાફ દ્વારા રકતદાન કરી કુલ 3ર યુનીટ બ્‍લડ એકત્રીત કરી બ્‍લડબેંકને સોંપેલ. આમ ચાવંડ આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા ચાલુ વર્ષમાં 6ઠ્ઠી વાર રકતદાન કેમ્‍પનું આયોજન કરી કુલ ર39 યુનીટ બ્‍લડ મેળવી બ્‍લડબેંકને સોંપેલ છે. આ કેમ્‍પ દરમ્‍યાન માજી આરોગ્‍ય સમીતીના ચેરમેન વિજયભાઇ યાદવ, ઉપસરપંચ હસુભાઇ નારીયા તેમજ પ્રા.આ. કેન્‍દ્ર ચાવંડના તમામ સ્‍ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ. આગામી સમયમાં હજુ રકતદાન કેમ્‍પનું આયોજન કરી કુલ 36પ યુનીટ બ્‍લડ એકત્રીત કરવાનો સંકલ્‍પ ટીમ ચાવંડ દ્વારા કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: