સમાચાર

નાના માચીયાળાનાં ભીમનાથ મંદિર નજીકનાં બેઠાપુલ પર પાણીનાં પ્રવાહમાં ટ્રેકટર તણાયું

વર્ષોથી પુલને ઊંચો બનાવવાની માંગ પૂર્ણ થતી નહોય

નાના માચીયાળાનાં ભીમનાથ મંદિર નજીકનાં બેઠાપુલ પર પાણીનાં પ્રવાહમાં ટ્રેકટર તણાયું

ર ખેડૂતો ફસાતા ગામનાં સરપંચ મદદે દોડી આવ્‍યા

અમરેલી, તા. 1પ

અમરેલીનાં નાના માચીયાળા ગામનાં ભીમનાથ મંદિર તરફ માર્ગ પર આવેલ બેઠા પુલ પરથી ર ખેડૂતો સાથે ટ્રેકટર પાણીનાં ધસમસતા પ્રવાહમાં તણાતા ગામના સરપંચ વનરાજભાઈ ડાંગર સહિતે ખેડૂતોને બચાવી લીધા હતા.

આ અંગે ગામનાં સરપંચે જણાવેલ છે કે, 4 ગામનાં ખેડૂતોની અવરજવર હોવા છતાં પણ બેઠા પુલને ઊંચો કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

ભરતભાઈ ભીખાભાઈ કરડ સહિતનાં ર ખેડૂતો પોતાના ખેતરે જતાં હોય તે સમયે ઠેબી નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેકટર સાથે તણાઈ જતાં ગામજનોએ જેસીબીની મદદથી બન્‍ને ખેડૂતોને બચાવી લેવાયા હતા.

error: Content is protected !!
%d bloggers like this: