સમાચાર

અમરેલી જિલ્‍લાનાં 70 કર્મયોગીઓનું ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા સન્‍માન કરશે

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીનાં 70માં જન્‍મદિને

અમરેલી જિલ્‍લાનાં 70 કર્મયોગીઓનું ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા સન્‍માન કરશે

જુદા-જુદા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્‍માનિત કરાશે

અમરેલી, તા.1પ

સમગ્ર વિશ્‍વમાં ભારતનું નામ ઉજળુ કરનાર હદયસમ્રાટ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસને વિશેષ સેવાકીય સત્‍કાર સમારોહ દ્વારા ઉજવવામાં આવશે. યુવા વિકાસ પરિષદના કન્‍વીનર અને જિલ્‍લા ભાજપ અમરેલીના મહામંત્રી કૌશિક વેકરીયા દ્વારા અમરેલીની વિશિષ્‍ટ પ્રતિભાવન વ્‍યકિતઓને સન્‍માનિત કરવામાં આવશે.

કૌશિક વેકરીયાએ જણાવ્‍યુ હતુ કે સમગ્ર દુનિયામાં જયા જયા ભારતીય વસે છે તે આપણા પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસને સેવાના સંકલ્‍પ સાથે ઉજવશે. જેમણે આજીવન ભારત અને ભારતીયોની સેવાનો સંકલ્‍પ કર્યો છે એવા રાજપુરૂષ નરેન્‍દ્રભાઈ મોદીના 70મા જન્‍મ દિવસે અમે સેવાકીય સત્‍કાર સમારોહ દ્વારા આત્‍મનિર્ભર ભારતના પુરૂષાર્થી એવા 70 કર્મયોગીઓનું વિશેષ સન્‍માન કરીશુ.

વધુમાં તેમણે જણાવ્‍યુ હતુ કે, આ કાર્યક્રમમાં અમે દરેક કર્મયોગીના ઘરે જઈને તેમનું સન્‍માન કરીશુ. કોરાનાના સમયમાં એકસાથે એકત્રિત થવુ યોગ્‍ય નથી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોના પાલન સાથે આ કાર્યક્રમ કરવામાં આવશે. આ વિશિષ્‍ટકર્મયોગીમાં સફાઈ કામદારથી લઈને સાહિત્‍યકાર, સ્‍ટ્રીટ વેન્‍ડરથી લઈને સુપર સકસેસ બિઝનેસમેન, સ્‍ટાર્ટઅપથી લઈને ઈનોવેશનના ફિલ્‍ડ સાથે સંકળાયેલી અમરેલી શહેરની 70 પ્રતિભાવન વ્‍યકિતઓને સન્‍માનિત કરવામાં આવશે. જેમાં એક કર્મયોગી સન્‍માન પત્ર, એમ.વી. કામથ અને કાલિન્‍દી રાંદેરી લિખિત વિકાસપથના ઘડવૈયા નરેન્‍દ્રભાઈ મોદીનું પુસ્‍તક, ઘરના આંગણે શોભે તેવો સુશોભિત છોડ અને ઈમ્‍યુનીટી બુસ્‍ટર કીટ આપવામાં આવશે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: