સમાચાર

અમરેલી જિલ્‍લાનાં મોટાભાગનાં ખેતરો બેટમાં ફેરવાયા

છેલ્‍લા ર મહિનાથી સતત વરસાદ પડતા ખેડૂતો ત્રાહીમામ

અમરેલી જિલ્‍લાનાં મોટાભાગનાં ખેતરો બેટમાં ફેરવાયા

એક મહિના પહેલા ખેડૂતોમાં પુરતા પ્રમાણમાં વરસાદને લઈને ઉત્‍સાહનો માહોલ જોવા મળતો હતો

છેલ્‍લા એક મહિનાથી સતત વરસાદ ખાબકતા ખેડૂતોનો ઉત્‍સાહ ઉપાધિમાં ફેરવાયો

કપાસ, મગફળી, તલ સહિતનાં પાકોનું ધોવાણ થતાં ખેડૂતોની હાલત દયનીય બની

અમરેલી, તા. 1પ

અમરેલી જિલ્‍લામાં અતિવૃષ્‍ટિ થતાં મોટાભાગનાં ખેતરો બેટમાં ફેરવાતા કપાસ, મગફળી, તલ સહિતનાં ખેતીપાકોને વ્‍યાપક નુકસાન થતાં ખેડૂત અગ્રણી આકાશ કાનપરીયા અને લોક સરકારનાં ઈન્‍ચાર્જ સંદિપ પંડયાએ સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય કરવા માંગ કરી છે.

અમરેલી જિલ્‍લામાં એક મહિના પહેલા મોં માંગ્‍યો વરસાદ પડતાંખેડૂતોમાં ઉત્‍સાહનો માહોલ જોવા     મળતો હતો. પરંતુ ખેતરોમાં મોટાભાગનો પાક તૈયાર થયો તેવા સમયે જ અતિવૃષ્‍ટિ થતાં ખેતીપાકોનું ધોવાણ થતાં ખેડૂતોનો ઉત્‍સાહ ઉપાધિમાં ફેરવાયો હતો.

અમરેલી જિલ્‍લાનો મોટાભાગનો કારોબાર કૃષિ આધારિત છે અને કૃષિ ક્ષેત્રમાં જ કરોડો રૂપિયાની નુકસાની થતાં સમગ્ર જિલ્‍લાની જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લામાં એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કૃષિપાકોમાં કરોડો રૂપિયાનું નુકસાન થતાં રાજય અને કેન્‍દ્ર સરકારે જિલ્‍લામાં ડામાડોળ બનેલ અર્થતંત્રને ઉગારવા માટે આર્થિક સહાય કરવી જોઈએ તેવી માંગ ઉભી થઈ રહી છે.

 

error: Content is protected !!
%d bloggers like this: