સમાચાર

અમરેલી જિલ્‍લામાં ખેતીપાકોમાં થયેલ નુકસાનનું સર્વે કરવા પુનઃ રજૂઆત

અમરેલી જિલ્‍લામાં ખેતીપાકોમાં થયેલ નુકસાનનું સર્વે કરવા પુનઃ રજૂઆત

અમરેલી, તા.1પ

અમરેલી સંસદીય વિસ્‍તારમાં સતત પડી રહેલ વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવવા અને વળતર માટે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ પુનઃ સરકારમાં રજુઆત કરેલ છે. આગાઉ સાંસદે તા.ર4 ઓગસ્‍ટ, ર0ર0નાં રોજ સરકારમાં રજૂઆત કરેલ અને હાલમાં કમચા યોજના અંતગર્ત સર્વે પણ ચાલુ છે.

સાંસદે કરેલ રજુઆત મુજબ ચોમાસાની સીઝનની શરૂઆતમાં ખૂબ જ સારો વરસાદ પડેલ અને જેના લીધે ખેડૂતો તરફથી સમયસર વાવણી પણ થયેલ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પડી રહેલ અતિ વરસાદના લીધે તલ, કઠોળ અને બાજરી જેવા પાકોને 100 ટકા નુકશાન થયેલ છે એટલે કે, આ પાકો સદંતર નિષ્‍ફળ ગયેલ છે અને હવે કપાસ, મગફળી જેવા પાકોમાં પણ પુષ્‍કળ નુકશાન થઇ રહ્યું છે.

કેન્‍દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકાર તરફથી ખેડૂત હિતલક્ષી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ, મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અને મરજિયાત પ્રીમિયમ વગેરે યોજનાઓ થકી ખેડૂતોને સહાય/ રાહત મળી રહી છે. ઉપરાંત આગામી ર1 ઓકટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પણ પ્રક્રિયા શરુ થશેતે ખુબ જ આવકાર દાયક છે. પરતું સાથે સાથે ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે થવોઅને વળતર મળવું પણ ખુબ જ જરૂરી છે.

હાલમાં જીલ્લા તંત્ર તરફથી કમચા યોજના અંતગર્ત સર્વે થઇ રહ્યો છે ત્‍યારે સાથે સાથે કપાસ અને  મગફળી માટે પણ સર્વે થાય તે જરૂરી છે. કોરોનાની મહામારી વચ્‍ચે અતિ વરસાદને લીધે ખેડૂતોના પાકને ખૂબ જ નુકશાન થયેલ હોવાને લીધે હાલ ખેડૂતો ખૂબ જ મુશ્‍કેલી અને મૂંઝવણભરી પરિસ્‍થિતિમાં મુકાઈ ગયેલ છે. જેથી અમરેલી સંસદીય વિસ્‍તારના તમામ ગામોમાં સર્વે કરાવવા અને ખેડૂતોને થયેલ નુક્‍શાનનું રાહત/ વળતર મળી રહે તે માટે ઘટતું કરવા સાંસદે સરકારમાં પુનઃ રજુઆત કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: