સમાચાર

દામનગર ખાતે સેવાભાવી અગ્રણીના સ્‍મરણાર્થે રકતદાન કેમ્‍પ યોજાયો

દામનગર ખાતે સેવાભાવી અગ્રણીના સ્‍મરણાર્થે રકતદાન કેમ્‍પ યોજાયો

દામનગર શહેરમાં પટેલ વાડી ખાતે દામનગરના અગ્રણી સંસ્‍થાઓના પ્રમુખો દ્વારા દીપ પ્રાગટય કરી દામનગરના સેવાભાવી અગ્રણી સ્‍વ. ભુપતભાઇ દેવજીભાઇ નારોલાની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે તેમના પુત્રો, યોગેશભાઇ નારોલા, રાજેશભાઇ નારોલા, પ્રકાશભાઇ નારોલાના સહયોગ દ્વારા રકતદાન કેમ્‍પનું સુંદર આયોજન કરવામાં આવેલ. આ રકતદાન કેમ્‍પ દ્વારા 60 બોટલનું રકતદાન કરી રહેલા ડોનરોને રેડક્રોસ અમરેલી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલ. દામનગરના સેવા ભાવી સંસ્‍થાઓ દ્વારા આ કાર્યક્રમનેબિરદાવામાં આવેલ.

error: Content is protected !!
%d bloggers like this: