સમાચાર

અમરેલીમાં વધુ સવા ઈંચ વરસાદથી જળબંબાકાર

મેઘરાજા હવે ખમૈયા કરે તો સારૂ તેવું સૌ કોઈ કહી રહૃાું છે

અમરેલીમાં વધુ સવા ઈંચ વરસાદથી જળબંબાકાર

છેલ્‍લા કેટલાંક દિવસથી કોઈને કોઈ વિસ્‍તારમાં ભારે વરસાદ ખાબકતા ખેતીપાકોનું ધોવાણ થઈ ગયું

કોરોનાનાં કહેર વચ્‍ચે હવે મેઘરાજાનો પણ કહેર શરૂ થતાં આમઆદમી ચિંતામગ્ન બન્‍યો

વિઠ્ઠલપુર ખંભાળીયા, વડેરા, ફતેપુર, પાણીયા, નાના ભંડારીયા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ દે ધનાધન

સાવરકુંડલા, ખાંભા, લીલીયા, બાબરા સહિતનાં અનેક વિસ્‍તારમાં વણનોતર્યા મહેમાનની પધરામણી

અમરેલી, તા. 14

અમરેલી શહેર સહિત જિલ્‍લાનાં અર્ધા ઉપરાંતનાં વિસ્‍તારોમાં આજે સોમવારે પણ વરસાદ પડતાં ખેતરોમાં પાણી પાણી થઈ જતાં ખેતીનાં પાકો નિષ્‍ફળ જવાની સંભાવના વધી જવા પામી છે. ત્‍યારે અમરેલી શહેરમાં સાંજનાં સમયે ધોધમાર વરસાદ પડી જતાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલી શહેર ઉપરાંત વિઠ્ઠલપુર ખંભાળીયા, વડેરા, ફતેપુર, નાના ભંડારીયા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડતા ખેતરમાં, નદી-નાળાઓ તથા નેરાઓમાં પાણી વહેતા થયા છે જયારે વડેરા ગામે એક રહેણાંક મકાનમાં વીજળી પડતા ઈલેકટ્રીક સાધનો બળી ગયા છે. જો કે જાનહાની થવા પામેલ નથી.

આ ઉપરાંત સાવરકુંડલા નજીકનાં ગ્રામ્‍ય વિસ્‍તારો તથા ખાંભા પંથકનાં ગ્રામ્‍યવિસ્‍તારોમાં પણ વરસાદ પડયાનાં અહેવાલો મળી રહૃાા છે.

લીલીયા, ભેંસાણ, ક્રાંકચ, અંટાળીયા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ નોંધાયો છે.

બાબરામાં એક દિવસ બાદ ફરી ધરાઈ, પીર ખીજડીયા, કોટડાપીઠા, વાવડી તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.

આજે સવારે 6 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં ર8મી.મી., ખાંભામાં પ મી.મી., બાબરામાં 6 મી.મી., રાજુલામાં 3 મી.મી., લીલીયામાં 1ર મી.મી., વડીયામાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે.

error: Content is protected !!
%d bloggers like this: