સમાચાર

અમરેલી શહેરમાં 13 સહિત જિલ્‍લામાં કોરોના દર્દીઓનાં આંકમાં ર8નો વધારો

કોરોના દરેક ગામ બાદ હવે દરેક વિસ્‍તારમાં પહોંચી રહૃાો છે

અમરેલી શહેરમાં 13 સહિત સમગ્ર જિલ્‍લામાં કોરોના દર્દીઓનાં આંકમાં ર8નો વધારો

જિલ્‍લામાં કોરોનાનાં કુલ દર્દીઓનો આંક 1641 સુધી પહોંચી ગયો

અમરેલી, તા.14

અમરેલી શહેરમાં નવા 13 કોરોના પોઝિટિવ સહિત જિલ્‍લામાં કુલ ર8 નવા કેસ નોંધાયા છે.

અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર ર કેસ, મોટી હવેલી પાસે, વિદ્યાનગર, હીરામોતી ચોક, ચકકરગઢ રોડ, લીલીયા રોડ, રામવાડી, માણેકપરા, લાઠી રોડ ર, બ્રાહ્મણ સોસાયટી, કલાપી પાર્ક તથા અમરેલી તાલુકાના માલવણ ગામે મળી કુલ 14 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત ધારી, કોટડાપીઠા, બાબરા, બગસરા, ભાડેર, ચલાલા, છેલણા, ટીંબી, સાવરકુંડલા તથા કરજાળા ગામે ર મળી કુલ જિલ્‍લામાંર8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગઈકાલે કોરોનાના નવા ર8 કેસ મળી કુલ આંક 1641 થવા પામ્‍યો છે. જયારે સોમવારે ર0 દર્દીઓને રજા આપવામાં આવેલ છે. હજુ પણ રર9 દર્દીઓ સારવાર હેઠળ છે.

error: Content is protected !!
%d bloggers like this: