સમાચાર

મા તે મા : સિંહણે તેમના બચ્‍ચાને રોડક્રોસ કરાવ્‍યો

જંગલની રાની ગણાતી સિંહણનાં કરૂણા દ્રશ્‍યો કેમેરામાં કેદ

મા તે મા : સિંહણે તેમના બચ્‍ચાને રોડક્રોસ કરાવ્‍યો

જેની એક ત્રાડથી ભલભલા ધ્રુજી જાય તેવી સિંહણ તેમના બચ્‍ચા માટે કેવી લાગણીશીલ હોય છે તે જોવા મળ્‍યું

જંગલ વિસ્‍તારમાં રોડ ક્રોસ કરવા માટે તેમનાં વ્‍હાલસોયા બચ્‍ચાને મોં માં પકડીને રક્ષણ પુરૂ પાડયું

જગતની દરેક મા ને તેમનાં બચ્‍ચાની કાળજી લેવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવું પડતું નથી

ઉના, તા. 14

આપણી એક કહેવત છે કે, “મા તે માં બીજા બધા વગડાની વા” આ કહેવતને સાર્થક કરતી ઘટનાં કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક સિંહણ તેમના વ્‍હાલસોયા બચ્‍ચાને મોં માં પકડીને જંગલ વિસ્‍તારમાં રોડ ક્રોસ કરાવી રહી છે.

જેની એક ત્રાડથી ભલભલા ધ્રુજી જાય છે તેવી જંગલની રાની ગણાતી સિંહણ ભારે વરસાદ વચ્‍ચે બચ્‍ચાને સાથે લઈને શિકારની શોધમાં નીકળે છે. તેવા સમયે જંગલ વચ્‍ચેથી પસાર થતી વેળા બચ્‍ચાને કોઈ મુશ્‍કેલી ન થાય તે માટે સિંહણે મોં માં દબોચીને રોડ ક્રોસ કરાવતી હોય તેવું દ્રશ્‍ય કેમેરામાં કૈદ થયુંછે.

આ દ્રશ્‍ય નિહાળીને સૌ કોઈ સિંહણની તેમના વ્‍હાલસોયા બચ્‍ચા પ્રત્‍યેની લાગણીથી આશ્ચર્યચકિત થઈ રહૃાું છે. જગતની કોઈપણ મા ને તેમના બચ્‍ચાની કાળજી માટે કોઈ યુનિવર્સિટીમાં અભ્‍યાસ લેવો પડતો નથી તે હકીકત છે.

error: Content is protected !!
%d bloggers like this: