સમાચાર

કોરોનાનાં દર્દીઓનાં સગા સંબંધીઓને જરૂરી માર્ગદર્શન આપતા ડો. કાનાબાર

કોરોનાની મહામારીને પછાડીને પુનઃ સ્‍વસ્‍થ થયા બાદ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં દર્દીઓનાં સગા સંબંધીઓને જરૂરી માર્ગદર્શન આપતા ડો. કાનાબાર

દર્દીઓની સારસંભાળ માટે સતત હોસ્‍પિટલનાં તબીબોનો સંપર્ક કરી રહૃાા છે

અમરેલી, તા.14

લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ, ભભઅનલોકભભ દરમિયાન માસ્‍ક અને નાસ લેવાના મશીનોનું વિતરણ અને લોકોને સ્‍પેશ્‍યલ મીડિયા, પ્રીન્‍ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા મારફતે કોરોના વિશે જાગૃતિ લાવવા સતત પ્રયાસો, સરકારી તંત્ર સાથે સંકલન કરી કોરોનાના ટેસ્‍ટીંગ અને સર્વેલન્‍સ માટે સતત સક્રિયતા, અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાના ટેસ્‍ટીંગની લેબોરેટરી શરૂ કરવા માટેની સફળ રજૂઆત અને આ બધુ પૂરૂ થયાબાદ પોતે કોરોનાના સંક્રમણનો શિકાર બનવા છતાં ડો. ભરત કાનાબારની સેવા અવિરત ચાલુ છે.

કોરોનાથી સ્‍વસ્‍થ થયા બાદ પણ ડો. ભરત કાનાબાર હવે અમરેલીના કોરોનાના દર્દીઓ માટે ભભહેલ્‍પ લાઈનભભ બની ચૂકયા છે. સમગ્ર દિવસ દરમિયાન રોજ રપ-30 લોકોને ટેલિફોનથી માર્ગદર્શન આપતા રહે છે. જેમને પોતાને કોરોનાની શંકા હોય તેવા મૂંઝાયેલા લોકોને માર્ગદર્શન આપવાથી શરૂ કરી, હોમ આઈસોલેશનમાં રહેતા દર્દીઓને યોગ્‍ય સલાહ, હોસ્‍પિટલમાં દાખલ થયેલ દર્દીઓના સગા સંબંધીઓની ચિંતા હળવી બને તે માટે સિવિલ હોસ્‍પિટલ અને રાધિકા હોસ્‍પિટલના ડોકટરો સાથે સંકલન કરી તેમના સગા સંબંધીઓને દર્દી વિશે પૂરી માહિતી પહોંચાડવી તેમજ જેમને અમદાવાદ, રાજકોટ વધુ સારવાર માટે લઈ જવા પડે તેમ હોય તેને બહારગામની હોસ્‍પિટલ સાથે સંકલન કરી તેમને ત્‍યાં પહોંચાડવાની વ્‍યવસ્‍થા કરવી- આ બધા કામો ડો. કાનાબાર ખૂબ જ ઉત્‍સાહથી કરી રહયા છે. જિલ્‍લા ભરના ભાજપના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો અને સામાન્‍ય નાગરિકો માટે પણ ડો. કાનાબારની સેવા આશીર્વાદરૂપ પૂરવાર થઈ રહી છે.

તેમના આ કામ માટે ડો. ભરત કાનાબારનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું કે, ભભઆ ખૂબ જ ગંભીર મહામારી છે. વાયરસ નાના-મોટા, ભણેલા કે અભણ, કોઈ ધર્મ, નાતજાતમાં ભેદભાવ વગર ગમેતેને બીમાર બનાવી રહયો છે. ત્‍યારે લોકોની પડખે ઉભા રહી તેમને યોગ્‍ય માર્ગદર્શન આપવાની બાબતને મારી નૈતિક ફરજ સમજુ છું અને મને તેનો ખૂબ આનંદ પણ આવે છે. તમારા કોઈપણ વાચક માટે મારા ટેલિફોનના દ્વાર ર4 કલાક ખુલ્‍લા છે.ભભ (ડો. ભરત કાનાબારનો સંપર્ક 94ર69 14677 પર કરી શકાય છે.)

error: Content is protected !!
%d bloggers like this: