સમાચાર

માનવ સર્જીત વસ્‍તુ કરતા ઇશ્‍વરે આપેલ મોંઘામૂલા શરીરને સાચવતા શીખો

માનવ સર્જીત વસ્‍તુ કરતા ઇશ્‍વરે આપેલ મોંઘામૂલા શરીરને સાચવતા શીખો

ઉપરોકત વાતને સમજાવવા ઇશ્‍વરે કોરોના રૂપી રોગને મોકલ્‍યો હોય તેવું લાગે છે. છેલ્‍લા સમયોમાં માણસ પોતે બનાવેલ કે ખરીદેલ વસ્‍તુને સાચવે તેટલુ પોતાના શરીરને નથી સાચવતો જે તે ખાવું જેવું તેવું ખાવું-પીવું, બિનજરૂરી બિન ટાઇમે ખાવું-પીવું બિન ટાઇમે જમવું આને કારણે અનેક રોગોનું આગમન થયું તેની સામે વિજ્ઞાને દવા શોધી એટલે માનવ જાત બિંદાસ બની બેઠી પરંતુ આ કોરોના રૂપી રોગ એવો મુકયો દવા શોધવાની શકિત માનવ જાતને ન આપી અને શરીર સાચવવાની સુચના સાથે ચેતવણી આપી. આજે જોઇએ તો લોકોબહારનું ખાવાનું બંધ કર્યુ. બિનજરૂરી ખાવાનું બંધ કર્યુ. ચોખ્‍ખી હવા લેતા થયા ઉકાળા પીતા થયા, ગરમ વરાળથી નાસ લેતા થયા, મેળાવડા કરતા બંધ થયા. આના કારણે બીજા ઘણા રોગો ઉપર નિયંત્રણ આવ્‍યું.

ઇવશ્‍રે સાનમાં સમજાવી દીધુ ગરીબ કે અમીર પ્‍યુન કે પ્રધાન નાના-મોટા બધા એકજ નિયમ, મેં આપેલ શરીરને સાચવજો, નહીંતર આ કોરોના કોઇને છોડશે નહીં. ઇશ્‍વરે આપેલા નિયમો છે જ તેમને આપેલ શારીરિક પ્રક્રિયાને નિયમિત ટાઇમ સર અનુસરો આ પશુ પ્રાણી પક્ષી, જીવજંતુ વગર સુવિધા વગર દવાથી જીવે છે. કારણ કે ઇશ્‍વરે આપેલ તમામ નિયમોનું પાલન કરે છે ફકતને ફકત બુઘ્‍ધિ પ્રધાન માણસ જ આ માનવા તૈયાર ન હતો. પરંતુ આ સબક બાદ વિશ્‍વના ધનાઢય અને અગ્રિમ દેશો પણ આ વાત સ્‍વીકારવા લાગ્‍યા એટલે હવે માનવ જાતને આ મહામુલા શરીરના જતનને પ્રથમ પ્રાધાન્‍ય આપવું પડશે. પહેલું સુખ તે જાતે નર્યા.

-વલ્‍લભભાઈ રામાણી (અમરેલી)

error: Content is protected !!
%d bloggers like this: