સમાચાર

બાબરાનાં શહેરીજનો ઉપર વીજવાયરનો ગંભીર ખતરો

જયાં ત્‍યાં ખુલ્‍લેઆમ વાયરો લબડતા હોય ગભરાહટનો માહોલ

બાબરાનાં શહેરીજનો ઉપર વીજવાયરનો ગંભીર ખતરો

વીજગ્રાહકો પાસેથી તગડો ચાર્જ વસુલતાં પીજીવીસીએલ વિભાગને વીજવાયર સાચવતાં આવડતું નથી

કોઈ મોટો અકસ્‍માત થાય તે પહેલા વીજકર્મીઓ વીજવાયરને વ્‍યવસ્‍થિત કરે તે જરૂરી

બાબરા, તા. 1ર

બાબરામાં મુખ્‍ય બજારોમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી જોવા મળી હતી. અહીં બજારોમાં પીજીવીસીએલનાં ખુલ્‍લા અને જીવતા વાયરો લટકી રહૃાાં છે તેમજ થાંભલે ખુલ્‍લા ફયુઝ બોક્ષ પણ જોવા મળી રહૃાાં છે. ત્‍યારે સતત ટ્રાફિકથી ધમધમતી બજારોમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોપણ રહેશે તેવા સવાલો અહીનાં વેપારીઓ ઘ્‍વારા કરવામાં આવ્‍યા હતા. પીજીવીસીએલનાં અધિકારીઓએ તાબડતોબ અહીની બજારોમાં જીવતા કેબલો અને વાયરોનું યોગ્‍ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ વેપારીઓ ઘ્‍વારા કરવામાં આવી હતી.

બાબરામાં લાઈટ કાપ લાદવામાં સદા અગ્રેસર રહેના પીજીવીસીએલનો વિભાગ લાઈટની મરામત કામગીરી અને ફોલ્‍ટ લખવામાં હંમેશા બેજવાબદારી દાખવે છે જેનો અનુભવ શહેરની જનતાને સાછવારે થતો રહે છે. શહેરમાં અવારનવાર લાઈટો જતી રહે છે તેના સમારકામ માટે પણ પીજીવીસીએલનો સ્‍ટાફ કલાકો બગાડી રહૃાા હોય છે જેના કારણે લોકોને વગર લાઈટે પસાર થવાનીનોબત આવે છે.

હાલ બાબરા શહેરમાં મુખ્‍ય બજારના વિવિધ વિસ્‍તારમાં પીજીવીસીએલનાં ખુલ્‍લા કેબલો અને ફયુઝ જોવા મળી રહૃાા છે. કેબલ વાયર તો સાવ નીચે લબડી રહૃાા છે. ત્‍યારે જો કોઈ વ્‍યકિત અહીથી પસાર થશે અને શોર્ટસર્કિટના કારણે મોટી દુર્ઘટના સર્જાશે ત્‍યારે જવાબદાર કોણ રહેશે. અહીનાં વેપારીઓ ઘ્‍વારા માંગણીઓ કરવામાં આવી છે કે ત્‍વરીત બજારનાં તમામ ખુલ્‍લા વાયરની કરવામાં આવે.

error: Content is protected !!
%d bloggers like this: