સમાચાર

અમરેલી જિલ્‍લાની બજારોમાં કોરોનાની અસરથી કાગડા ઉડતા જોવા મળે છે

છેલ્‍લા 6 મહિનાથી ક્રમશઃ વેપારમાં મંદી આગળ વધી

અમરેલી જિલ્‍લાની બજારોમાં કોરોનાની અસરથી કાગડા ઉડતા જોવા મળે છે

અતિવૃષ્‍ટિથી ખેતી પાકો બરબાદ થતાં ચિંતાનો માહોલ

અમરેલી, તા.1ર

અમરેલી જિલ્‍લાની બજારોમાં ગ્રાહકોની ભીડ ગાયબ થઈ ચૂકી છે. મોટાભાગના વેપારીઓ મોબાઈલમાં વ્‍યસ્‍ત જોવા મળી રહયા છે. આર્થિક મંદીનો માહોલ 6 મહિનાથી સતત આગળ વધીને હવે ચરમસીમા તરફથી ઝડપથી દોડી રહયો હોય વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે.

અમરેલી જિલ્‍લામાં છેલ્‍લા 4 વર્ષથી જયારથી, નોટ બંધી લાગુ થયેલ છે. ત્‍યારથી આર્થિક મંદીની હાલત શરૂ થઈ છે. બાદમાં જીએસટી અને હવે કોરોનાના કારણે જિલ્‍લાના વેપાર જગતને બહુ મોટી અસર થયેલ જોવા મળી રહી છે.

અમરેલી જિલ્‍લાનું અર્થતંત્ર કૃષિ આધારિત છે અને તેમાં ગયા મહિને અતિવૃષ્‍ટિ થતાં કૃષિપાકોને કરોડો રૂપિયાનું નુકસાન થતાં જિલ્‍લાના વેપાર ધંધાને બહુ જ મોટી વર્તાઈ રહી છે. બજારમાંથી ગ્રાહકો ગાયબ થઈ ગયા વેપારીઓ ચિંતામગ્ન જોવા મળી રહયા છે.

error: Content is protected !!
%d bloggers like this: