સમાચાર

અમરેલીનાં ગજેરા સંકુલનું ઓનલાઈન શિક્ષણ પ્રેરણાદાયી

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. પેથાણીનું નિવેદન

અમરેલીનાં ગજેરા સંકુલનું ઓનલાઈન શિક્ષણ પ્રેરણાદાયી

સંકુલની તમામ કોલેજોમાં સતત અઢી મહિનાથી દરેક વર્ગમાં 6-6 વ્‍યાખ્‍યાનનું ઓનલાઈન શિક્ષણ શરૂ

ગજેરા સંકુલનાં સંચાલકોની લાગણીને અનુલક્ષીને કુલપતીએ ઓનલાઈન મુલાકાત લીધી

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ-સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ઘ્‍વારા નિયામક મનસુખભાઈ ધાનાણીની વહીવટીય કુશળતાનાં પ્રતિક સમા ધો. 1થી અનુસ્‍નાતક વિદ્યાશાખાઓમાં જૂન-ર0ર0થી જ દરેક વર્ગમાં ઓનલાઈન પરિણામલક્ષી શિક્ષણની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે. ત્‍યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટનાં કુલપતિ ડો. નિતિનભાઈ પેથાણીએ સ્‍નાતક કક્ષામાં કોમર્સ કોલેજના ઓનલાઈન વર્ગની મુલાકાત લઈને ભવિપરીત પરિસ્‍થિતિમાં પણ સંતુલનભ વિષય પર મનનીય વકતવ્‍ય આપીને વિદ્યાર્થીઓને ભભમોટીવેશનલ ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટભભમાં સંબોધન કર્યુ હતું તથા જણાવ્‍યું હતું કે,અમરેલીમાં આવેલ ગજેરા સંકુલ એ ગુજરાતનું ગૌરવ છે તથા સંકુલ ઘ્‍વારા સંચાલિત ઓનલાઈન શિક્ષણ પઘ્‍ધતિ તથા વ્‍યવસ્‍થા એ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી-રાજકોટ સંલગ્ન અન્‍ય કોલેજો માટે ખરેખર પ્રેરણા આપનારી છે. તે બદલ હું સર્વે સંચાલક મંડળનાં સભ્‍યો, નિયામક મનસુખભાઈ ધાનાણી તથા પ્રાઘ્‍યાપકોને અભિનંદન આપું છું. કુલપતિ ડો. નિતિનભાઈ પેથાણીએ સંકુલના ઓનલાઈન વર્ગની મુલાકાત લીધી તે બદલ સ્‍થાપક પ્રમુખ અને   કેળવણીકાર વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા, નિયામક તથા ટ્રસ્‍ટી મનસુખભાઈ ધાનાણીએ કુલપતિનો આભાર માન્‍યો હતો. સમગ્ર વ્‍યાખ્‍યાનનું સંકલન હરેશ બાવીશીએ કર્યુ હતું.

error: Content is protected !!
%d bloggers like this: