સમાચાર

એસ.ટી. બસના ચાલક પીધેલા હોવાનો વિડીયો વાયરલ થયો

એસ.ટી. બસમાં પ્રવાસ કરતા પહેલા ચકાસણી કરો

અમરેલી જિલ્‍લાની એક એસ.ટી. બસના ચાલક પીધેલા હોવાનો વિડીયો વાયરલ થયો

ધારી પંથકમાં બનાવ બન્‍યો હોવાનું જાણવા મળ્‍યું

અમરેલી, તા. 1ર

અમરેલી જિલ્‍લાની એસ.ટી. બસમાં મુસાફરી કરતા પહેલા એસ.ટી.બસના ચાલકે કોઇ કેફી પીણુ તો નથી પીધુ ને ? તે ચકાસવાની જરૂર હોવાનું ચર્ચાઇ રહયું છે.

વિગત એવા પ્રકારની છે કે અમરેલી એસ.ટી.ની એક બસ ધારી ઉપરના એક ગામ જઇ રહી હતી. ત્‍યારે, ચાલકે બસને આમથી તેમ દોડાવતા જાગૃત મુસાફરે વિડીયો ઉતારીને સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતા એસ.ટી.તંત્ર હરકતમાં આવ્‍યું હતું અને તુરંત જ ધારી ડેપોના અન્‍ય એક ડ્રાઇવરને દોડાવીને બસનો કબ્‍જો મેળવી લીધાનું જાણવા  મળેલ છે. સમગ્ર બનાવને લઇને એસ.ટી.ના ઉચ્‍ચઅધિકારીઓએ કાયદેસર કાર્યવાહી કરવાના બદલે સમગ્ર  પ્રકરણને ઢાંકપિછોડો કર્યાની ચર્ચાએ જોર પકડેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: