સમાચાર

અમરેલીનાં ચિતલ રોડ ઉપર રાત્રીનાં સમયે આવારા તત્‍વો બેખૌફ

મદદનીશ શિક્ષક તુલસી મકવાણાએ એસપીને પત્ર પાઠવ્‍યો

અમરેલીનાં ચિતલ રોડ ઉપર રાત્રીનાં સમયે આવારા તત્‍વો બેખૌફ

રાત્રીનાં 8 કલાકે કેટલાંક લુખ્‍ખા તત્‍વો નશો કરેલ હાલતમાં ચિલ્‍ડ્રનપાર્કમાં ધમાલ કરે છે

પાર્કમાં લગાવવામાં આવેલ કિંમતી સાધનો ઉપર કબ્‍જો જમાવીને બાળકોને પરેશાન કરે છે

શહેરીજનોને નવી ઉભરતી આવારાગીરીથી છુટકારો અપાવવા માંગ કરી

અમરેલી, તા. 1ર

અમરેલીનાં મદદનીશ શિક્ષક તુલસી મકવાણાએ પોલીસ અધિક્ષકને પત્ર પાઠવીને ચિતલ રોડ    પર શરૂ થયેલ આવારાગીરી અને લુખ્‍ખા તત્‍વોની દાદાગીરી બંધ         કરાવીને શહેરીજનોને રાહત આપવા માંગ કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, છેલ્‍લા કેટલાક સમયથી અમરેલી ચિતલ રોડ પર રાત્રીનાં 8 વાગ્‍યા પછી કેટલાક લુખખા અને આવારા તત્‍વો ઘ્‍વારા નશો કરેલી હાલતમાં ચિલ્‍ડ્રન પાર્ક વિસ્‍તારમાં કે જયાં આ વિસ્‍તારનાં શાંત અને શિક્ષિત માણસો રાત્રીનાં સમયે પોતાના બાળકોને થોડો સમય બહાર લાવી અને આનંદ કરવા માંગતા હોય છે. પરંતુ આ જગ્‍યા પર અને રોડ પર ગાડીઓ પાર્ક કરી આ આવારા તત્‍વો ઘ્‍વારા જોર જોરથી ગાળો બોલવી અને પાર્કમાં લગાવેલા કિંમતી સાધનો પર અડો જમાવીઅને આ સાધનોને તોડી રહૃાાં છે. આ સમયે આ લોકો બાજુમાંથી વોકિંગ કરવા નિકળતા લોકોની પણ કોમેન્‍ટ કરતા જોવા મળે છે. રાત્રીના સમયે આ વિસ્‍તારનાં શિક્ષિત અને શાંત લોકો તથા ઉંમરલાયક વ્‍યકિતઓ, બહેનો અને દીકરીઓ આ વિસ્‍તારમાં ખાસ કરીને વોકિંગમાં નીકળે છે ત્‍યારે આવા લુખ્‍ખા અને આવારા તત્‍વો તેમની હરકતો કરતા જોવા મળે છે. જેનાથી અનેક લોકો તેમની આ હેરાનગતીનો ભોગ બની રહૃાા છે.

આવા લોકો સામે તાત્‍કાલિક અસરથી પગલા લઈ અમરેલી ચિતલ રોડ કે જે કાયમી શાંતિ માટે વખણાયેલો છે એની શાંતિ જળવાઈ રહે તે અંગે યોગ્‍ય કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: