સમાચાર

1936ની ફિલ્‍મો :

1936ની ફિલ્‍મો :

પ્રિય વાચક મિત્રો,

આ અંકથી આપણે દરેક સાલમાં આવેલ હીટ ફિલ્‍મો તથા તેના ગીત-સંગીતની યાદો વાગોળીશું. યાદો વાગોળીશું એટલે કે આ વર્ષ 1936 થી 19પ0 સુધીની ફિલ્‍મોના દર્શક વાચક મિત્રો હાલ કદાચ જીવિત ઓછા હશે. જેમણે આ ફિલ્‍મો તથા કલાકારોના અભિનય, ગીત-સંગીત માણ્‍યા હશે તેમના માટે તેમને યુવાની કાળની યાદો જ હશે.

આપણે 1936ની ફિલ્‍મોની વાત શરૂ કરીએ, આશરે 130 જેટલી ફિલ્‍મોનું નિર્માણ થયું. દરેક ફિલ્‍મની વાત અહીં કરવી અશકય છે. તેથી જે-તે વર્ષોમાં જે ફિલ્‍મ હીટ કે સુપરહીટ રહી હશે તેનો ઉલ્‍લેખ અહીં વધુ કરીશું.

અશોકકુમાર અને ફિલ્‍મ ‘અછુત    કન્‍યાભ :

કુમુદલાલ કે. ગાંગુલી એટલે કે અશોકકુમાર- દાદામુનિથી ફિલ્‍મી જગત જેને ઓળખે છે. તેવા હિન્‍દીસિનેમાના આધારસ્‍તંભ જેવા કલાકારે આ વર્ષે હિન્‍દી સિનેમાનો સફળતા સાથે પ્રવેશ લીધો. તેમની વિશે ટૂંકો પરિચય જાણીએ તો 13-10-1911ના રોજ ભાગલપુર બંગાલમાં બ્રાહ્મણ પરિવારમાં વકીલ પિતાને ત્‍યાં તેમનો જન્‍મ થયો. માતા ગૌરીદેવીએ તેમને ત્રણ ભાઈ, એક બહેનનો માળો આપ્‍યો. તેમની બહેન સતીદેવીના લગ્ન શશધર મુખર્જી (જે પાછળથી પ્રખ્‍યાત નિર્માતા, નિર્દેશક તરીકે જાણીતા થયા. તેમની વાત આગળ ઉપર કરીશું.) સાથે થયા. તેમનાથી નાના ભાઈ કલ્‍યાણ એટલે અનુપકુમાર અને તેનાથી નાના ભાઈ આભાસ એટલે મશહુર ગાયક, એકટર કિશોરકુમાર અને તેમની પત્‍નિનું નામ શોભા, તેના સંતાનો એટલે અરૂપ ગાંગુલી જે એક માત્ર ફિલ્‍મમાં અભિનય કર્યો. પુત્રી રૂપા એ દેવેનવર્મા સાથે લગ્ન કર્યા. બીજી પુત્રી ભારતીએ ગુજરાતી પટેલ સાથે લગ્ન કર્યા. ભારતીએ બીજા લગ્ન સૈયદ જાફરીના ભાઈ હમીદ જાફરી સાથે કર્યા. હાલની અભિનેત્રી કિયારા અડવાણી તેની સોતેલી પુત્રી છે. ત્રીજી પુત્રી પ્રીતિ ગાંગુલીએ ફિલ્‍મોમાં અભિનયના ઓજસ પાથર્યા અને અપરિણીત રહયા.

અશોકકુમાર 10-1ર- 01ના રોજ નિધન પામ્‍યા. તેમને 1988માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્‍માનીત કરાયા.

અછુત કન્‍યા :

હિમાંશુરાય તે સમયના જાણીતા ફિલ્‍મ સર્જક હતા અને દેવીકારાની સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. ફિલ્‍મજીવન નૈયાના શૂટીંગ દરમિયાન દેવીકારાનીનો સંપર્ક અભિનેતા નજમ હસન સાથે થયો અને તે સંબંધ પ્રણય સંબધોમાં પરિવર્તીત થયો. તે સમયે શશધર મુખર્જી બોમ્‍બે ટોકીઝમાં કામ કરતા. તેમના અથાક પ્રયત્‍નોથી દેવીકારાની નજમ હસનને છોડી ફરી હિમાંશુરાય સાથે અમુક શરતો જેમકે, તેમને તેની ફિલ્‍મનું મહેનતાણું આપવું. ઘરનો ખર્ચ હિમાંશુરાયે જ ઉપાડવાનો રહેશે. તેવી શરતોથી ફરી બંને એક થયા. હિમાંશુરાય એક નવી કથા પર ફિલ્‍મ બનાવવાનું વિચારી રહયા હતા.

અશોકકુમાર તેમના પિતા તેને વકીલાતમાં લઈ જવા માંગતા હતા તેથી બનેવી શશધર પાસે મુંબઈ આવી ગયા હતા અને બોમ્‍બે ટોકીઝમાં શશધરે કામે ચડાવી દીધા હતા. હિમાંશુરાયની નવી ફિલ્‍મ માટે શશધરે નાયક માટે અશોકકુમાર (ત્‍યારે તેમનું નામ કુમુદલાલ જ હતું પણ હિમાંશુરાયે તેમને અશોક નામ પાડયું.)ની ભલામણ કરી અને પ્રથમવાર જ અભિનેતા બનેલા અશોકકુમાર દેવીકારાની આ ફિલ્‍મ ભઅછુત કન્‍યાભ તે સમયની સૌથી સફળ ફિલ્‍મ રહી. ફિલ્‍મ તે સમયે આશરે 1 કરોડનો વેપાર કર્યો હતો. કે પછી અશોકકુમાર દેવીકારાનીની જોડી તે સમયની સૌથી સફળ જોડી સાબિત થઈ અને ક્રમશઃ હીટ ફિલ્‍મો તેમના દ્વારા મળતી થઈ. અછુત કન્‍યા હિમાંશુરાયનું પ્રોડકશન, ફ્રીઝ બોસ્‍ટનનું ડાયરેકશન નિરંજન પાલની કહાની, સરસ્‍વતી દેવીનાસંગીતમાં સફળ ફિલ્‍મ સાબિત થઈ. ફિલ્‍મની કહાની એવી હતી કે પ્રતાપ (અશોકકુમાર) કસ્‍તુરી (દેવીકારાની) નાનપણથી એકબીજાની સાથે રહેતા હતા પણ પ્રતાપ બ્રાહ્મણ તથા કસ્‍તુરી અછુત હોવાથી તેમના લગ્ન સંભવ ન થયા. પ્રતાપે મીરા (મનોરમા) સાથે લગ્ન કર્યા. કસ્‍તુરી મનુ (અનવર) સાથે લગ્ન કર્યા. પણ બંને પોતાના પ્રથમ પ્રેમને ભૂલી શકતા ન હતા. છતાં સામાજિક બંધનોનું ઘ્‍યાન રાખી પોતાના દાંપત્‍ય જીવનને આગળ વધારતા હતા. મનુની પ્રથમ પત્‍નિ કજરીને કસ્‍તુરી આવવાથી અદેખાઈ થઈ અને પ્રતાપની સાથેના સંબંધોની જાણ તેણે પ્રતાપની પત્‍નિ મીરાને કરે છે. એક સમયે તે બંનેને એક મેળામાં મીરા અને કજરી ભેગા કરી દે છે. અને પ્રતાપને મેળવી બંને તેનાથી છૂટા પડી કસ્‍તુરીના પતિને જાણ કરી દે છે. મનુ તે સમયે બંનેને સાથે જોઈ લડાયક મૂડમાં આવી જાય છે. ટ્રેનના પાટા પર લડતા લડતા પહોંચે છે. ત્‍યાં આવતી ટ્રેનને રોકવા કસ્‍તુરી પોતાના પ્રાણની આહુતિ આપે છે. ફિલ્‍મનો સંદેશ એ હતો કે નાત-જાતના ભેદભાવ તથા અસમાનતાના કારણે તથા શંકાના ઉદભવના કારણે એક નિર્દોષ સ્‍ત્રીની બલિ ચડાવાય છે. ફિલ્‍મની વાર્તા તથા ગીત-સંગીત તથા અશોકકુમાર દેવીકારાનીના અભિનયથી ફિલ્‍મ સફળ રહી. દેવીકારાનીના કંઠે ગવાયેલ ભધીરે બહો નદીયાભ અશોકકુમાર તથા દેવીકારાનીનાકંઠે ગવાયેલ ભછુડી મેં લાયા અનમોલભભ તથા ભમેં બનકી ચીડિયાભભ જેવા ગીતો ત્‍યારે પ્રચલિત થયેલા. તેમાં પણ ભભમેં બનકી ચીડિયાભભ આજે પણ યુ-ટયૂબ પર આપ જોઈ તથા સાંભળીને રોમાંચિત થઈ જશો.

અમર જયોતિ :

વી. શાંતારામના નિર્દેશન અને પ્રભાત ફિલ્‍મ કાુ.ના નિર્માણમાં કે. નારાયણ કાલેની કહાની, વી. અવધૂતની સિનેમા ઓટોગ્રાફી મા. કૃષ્‍ણારાવના સંગીતમાં અમર જયોતિ ફિલ્‍મ 1936ની સફળ ફિલ્‍મોની યાદીમાં છે. દુર્ગા ખોટે, શાંતા આપ્‍ટે, ચંદ્રમોહન, કરૂણાદેવી, વાસંતી, ગજેન્‍દ્ર પી. અભિનિત આ ફિલ્‍મ સફળતાના સર્વોચ્‍ચ શિખરે રહી હતી. વેનીસ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં રજૂ થનાર પ્રથમ ભારતીય હિન્‍દી ફિલ્‍મનું સન્‍માન અમર જયોતિને ફાળે જાય છે. સૌદામની (દુર્ગા ખોટે)ને તેના રાજવી પતિ ગુજરી જતા અન્‍યાય થાય છે. ત્‍યાર બાદ દુર્ગા ખોટે એક સમુદ્રી ડાકુ તરીકે રાજય સાથે પોતાના ન્‍યાય માટે લડે છે. પણ એક સમયે તેના પુત્ર જે રાજય તરફથી કારભાર સંભાળે છે તેની સાથે ટકકર થાય છે. પણ અંતે સત્‍યનો વિજય થાય છે. તેવી ફિલ્‍મની કથા હતી. તે સમયે દુર્ગા ખોટેનું સમુદ્રી ડાકુનું પાત્ર ખૂબ જ પ્રચલિત થયેલ હતું. ફિલ્‍મમાં 11 ગીતો હતા. ફિલ્‍મમાં શાંતા આપ્‍ટે દ્વારા ગવાયેલ ભભસૂનો સૂનો બન કે પ્રાણીભભ તથા શાંતા આપ્‍ટે અને નંદરેકર દ્વારા ભભઆજ હમન ખાનભભ ખૂબજ પ્રચલિત થયા હતા. દુર્ગા ખોટેના સ્‍વરમાં “જીત જયોતિ તેજ પ્રગટ રહા હૈ” પણ લોકપ્રિયતા મેળવી હતી.

જન્‍મ ભૂમિ :

હિમાંશુરાયના નિર્માણમાં ફ્રીઝ ઓપ્‍ટનના નિર્દેશનમાં નિરંજનપાલની કહાની, સરસ્‍વતી દેવીના સંગીતમાં ભભજન્‍મ ભૂમિભભ ફિલ્‍મ સફળ રહી. અશોકકુમાર, દેવીકારાની, મુમતાજ અલી, પીઠાવાલા, કામતા પ્રસાદ, ચંદ્રપ્રભા, પ્રેમીલાથી અભિનિત આ ફિલ્‍મે તે સમય ભારતની આઝાદીની ચળવળના ભાગરૂપે બતાવાઈ રહી છે. તે સમયની પ્રથમ દેશભકિત ફિલ્‍મ હતી. ત્‍યારે અંગ્રેજોના શાસનમાં દેશની આઝાદીની ચળવળના ભાગરૂપ ફિલ્‍મ બનાવી પ્રદર્શિત કરવી એક પડકાર સમાન જ હતું. આ ફિલ્‍મનું ગીત ભભજય જય જનની જન્‍મભૂમિભભ જે જમુના કશ્‍યપે લખ્‍યું હતું. તે પ્રથમ રાષ્‍ટ્રવાદી ગીત ગણાય છે. તે સમયે ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતને બી.બી.સી.એ ભભઈન્‍ડિયન ન્‍યૂઝ સર્વિસભભમાં ટયૂન તરીકે ઉપયોગમાં લીધું હતું.

ફિલ્‍મની કથા આ પ્રમાણે હતી. પ્રતિભાદેવી (દેવીકારાની) ડો. અજય ઘોષ (અશોકકુમાર)ને પ્રેમ કરે છે અને તેને જ પતિના સ્‍વરૂપે સ્‍વીકારી લીધેલ છે. અજય જે નાના ગામમાં રહે છે. ત્‍યાં એકમાત્ર ડોકટર છે. તેના મિત્રના મૃત્‍યુના આઘાતથી ડો. અજય તમામ સાંસારિક બંધનોને ત્‍યાગી તેના ગામ, સમાજ માટે સેવા માટે તેનું જીવન સમર્પિત કરે છે. તે પ્રતિભાને પોતાનેભૂલી જવા કહે છે. પણ તેનો પ્રેમ તેની સાથે જ રહે છે. નિઃસ્‍વાર્થ માત્ર પ્રેમ જ તેમના જીવનમાં રહે છે. ગામના લોકોને અંધવિશ્‍વાસ, જાતિ, બાધાઓ પ્રત્‍યે બંને જાગૃત કરે છે. જે ગામના જમીનદાર (પીઠાવાલા) સાથે દુશ્‍મની લાવે છે. જે અજયને બદનામ કરવાના પ્રયત્‍ન કરે છે. તેજ સમયે જમીનદારનું ઝેરથી મૃત્‍યુ થાય છે. જેનો આરોપ ડો. અજય પર આવે છે. પણ ડોકટરી રિપોર્ટથી બજારૂ ઝેરથી મૃત્‍યુ થયાનું સાબિત થાય છે. અને અંતે જમીનદારના ભત્રીજા મુમતાજ અલી અપરાધ કબૂલ કરે છે. ત્‍યારબાદ ડો. અજય તથા પ્રતિમાદેવી ગામના આદર્શ બનાવવાના પ્રયત્‍નો ચાલુ રાખે છે.  આ ઉપરાંત લીલા ચીટનીસની ભભકાયાભભ સુરેન્‍દ્રની ડેકન કવીન ઈશ્‍વરલાલની દિલકા ડાકુ, મોતીલાલની દો દિવાને, મા. વિઠ્ઠલની હિન્‍દ મહિલા સફળ ફિલ્‍મો રહી હતી. આવતા અંકમાં 1936ની બાકી ફિલ્‍મો તથા 1937ની ફિલ્‍મોની વાતો વાગોળીશું. આભાર (ક્રમશઃ)

error: Content is protected !!
%d bloggers like this: