સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં લીધે સાર્વજનિક નવરાત્રી મહોત્‍સવથી દૂર રહો

વિશ્‍વ હિન્‍દુ પરિષદે કર્યો અનુરોધ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં લીધે સાર્વજનિક નવરાત્રી મહોત્‍સવથી દૂર રહો

શેરી-ગલીઓમાં નવરાત્રીની ઉજવણી કરો

અમરેલી, તા.1ર

આગામી સમયમાં હિન્‍દુ ધર્મની સંસ્‍કૃતિનો સૌથી મહત્‍વના ધાર્મિક તહેવારોમાંથી એક તહેવાર નવરાત્રી આવી રહી છે. વર્ષો વર્ષથી આપણે સૌ નવરાત્રીની ઉલ્‍લાસભેર ઉજવણી કરતા આવ્‍યાછીએ. પરંતુ હાલની કોરોના પરિસ્‍થિતિને ઘ્‍યાનમાં રાખી વિશ્‍વ હિન્‍દુ પરિષદ અનુરોધ કરે છે કે સાર્વજનિક જગ્‍યા ઉપર ભેગા થઈ ગરબા રમવાના કારણે રાજયમાં નવરાત્રી બાદ અતિ ગંભીર પરિસ્‍થિતિ ઉભી થવાનો અંદેશો છે. આપણા બેદરકારી ભર્યા બેફીકર અભિગમના કારણે જાણ્‍યે અજાણ્‍યે કોરોના સંક્રમિતોની સંખ્‍યામાં વધારો થાય એવી પૂરી શકયતાઓ છે. આ સંભવિત પરિસ્‍થિતિમાં મેડિકલ સિસ્‍ટમ ઉપર વધુ ભારણ આવશે અને પોતાની જાનના જોખમે આપણા સૌની સારવાર કરનાર સાચા કોરોના વોરિયર એવા ડોકટરો તથા મેડિકલ સ્‍ટાફ ઉપર કોરોના સંક્રમણ વધવાની       સંભાવના છે.

તાજેતરના અહેવાલ મુજબ ડોકટરોનું કોરોના સંક્રમણના કારણે મૃત્‍યુનું પ્રમાણ પણ ખૂબ જ ચિંતાજનક છે. આવી સંવેદનશીલ બાબતોને ઘ્‍યાનમાં રાખી આપ સૌને વિનંતી છે કે માત્ર આપણા પોતાના શોખ ઉત્‍સાહ અને ઉજવણી ખાતર સરકાર ઉપર દબાણ ઉભુ કરી સાર્વજનિક ગરબાનું આયોજન કરવાને બદલે નવરાત્રીની ઉજવણી ભકિત ભાવ પૂર્વક ઉલ્‍લાસપૂર્વક શેરી રાસ ગરબા દ્વારા કરવામાં આવે એવા અભિગમની આપ સૌ પાસે અપેક્ષા છે.

માં અંબાની આરાધનાના નવરાત્ર પર્વની પરંપરાગત, ભકિતભાવ પૂર્વકની ઉજવણી માટે રાસ-ગરબા, શેરી ગરબાની સંસ્‍કૃતિને પુનઃ જીવિત કરવાનો આપણે અવસર મળ્‍યો છે. આ અવસરને ઝડપી આપણી આવનારીપેઢીને મૂળ સંસ્‍કૃતિ સાથે જોડી સંયમ શ્રઘ્‍ધાપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરીએ એવો અનુરોધ વિહિપના ઉપાઘ્‍યક્ષ હસમુખ દુધાતે કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: