સમાચાર

બાબરામાં કોરોના ટેસ્‍ટીંગ બાબતે વેપારીઓની મૂંઝવણ દૂર કરતુ તંત્ર

બાબરામાં કોરોના ટેસ્‍ટીંગ બાબતે વેપારીઓની મૂંઝવણ દૂર કરતુ તંત્ર

આરોગ્‍ય વિભાગના અધિકારી અને મામલતદાર દ્વારા માર્ગદર્શન અપાયું

બાબરા, તા. 1ર

બાબરામાં વેપારીઓ દ્વારા કોરોના ટેસ્‍ટીંગ બાબતે મુંઝવણમાં હોય તેમજ કોરોના કેસ અંગે જાગૃતિનો અભાવ હોવાથી વેપારીઓ સ્‍વૈચ્‍છિક રીતે કોરોનાનો ટેસ્‍ટ કરાવવાથી દૂર રહેતા હતા ઘણીવાર મામલતદાર અને આરોગ્‍ય વિભાગ દ્વારા વેપારીઓને સૂચના આપવા છતાં વેપારીઓ દ્વારા પૂરતો સહકાર મળતો ન હતો. જેથી ચેમ્‍બર ઓફ કોમર્સના સહયોગથી બજારોના વેપારીઓની એક બેઠક બોલાવી હતી.

જેમાં ચેમ્‍બરના પ્રમુખ મુનાભાઈ મલકાણ, મહામંત્રી વિપુલભાઈ રાઠોડ, મામલતદાર ડી. એમ. બગસરિયા, બ્‍લોગ હેલ્‍થ ઓફિસર ડો. વિરાટ અગ્રાવત, મેડિકલ ઓફિસર ડો. અક્ષય ટાંક સહિતના આરોગ્‍ય વિભાગ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્‍થિત રહી વેપારીઓએ સમજાવ્‍યા હતા.

ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણ દ્વારા જણાવ્‍યું હતું કે કોરોના કેસની ટેસ્‍ટીંગ બાબતે શહેરના વેપારીઓમાં જુદી જુદી શંકા કુશંકા તેમજ ભારે મુંજવણ હતી જેઆજે આરોગ્‍ય વિભાગના અધિકારી અને મામલતદાર દ્વારા પૂરતી સમજણ આપતા દૂર થઈ છે અને આગામી દિવસોમાં દરેક વેપારીઓ ક્રમશ પોતાનો કોરોના ટેસ્‍ટીંગ કરાવી લેશે.

error: Content is protected !!
%d bloggers like this: