સમાચાર

ખાંભા-ઉના માર્ગ પર વીજપોલ ધરાશયી સદ્રસીબે જાનહાનીટળતા હાશકારો

ખાંભા-ઉના માર્ગ પર વીજપોલ ધરાશયી સદ્રસીબે જાનહાનીટળતા હાશકારો

પીજીવીસીએલની બેદરકારી બહાર આવી

ખાંભા, તા. 11

ખાંભા-ઉના સ્‍ટેટ હાઈવે નજીક હનુમાન પરા ગામે જાહેર માર્ગ ઉપર 8 દિવસ પહેલા ઉભો કરેલ વીજપોલ ચાલું પાવરે ધરાશયી. વરસાદનાં કારણે દુલ્‍લા રોડ ઉપર આવાગમન ન હોવાથી જાનહાની     ટળી હતી.

આજે સાંજના 4 વાગ્‍યે તાલુકાભરમાં વીજળીનાં કડાકા- ભડાકા સાથે ખાબકેલ અનરાધાર વરસાદમાં ખાંભા-ઉના સ્‍ટેટ હાઈવે નજીક આવેલા હનુમાનપરા ગામે બોરાળા-હનુમાનપરા રોડ ઉપર હજુ તો આઠ દિવસ પહેલા ઉભો કરાયેલો વીજપોલ ચાલું વરસાદે ધબાઈ નમઃ થતાં પીજીવીસીએલનો ભ્રષ્‍ટાચાર ખુલ્‍લો પડવા સાથે કોન્‍ટ્રાકટરની ઘોર બેદરકારી સામે આવી છે.

ચાલું વરસાદનાં કારણે કાયમ ધમધમતો અને વાહનો અને રાહદારીઓથી ભરચક રહેતો રોડ ખાલી હોવાથી અને આવાગન બંધ હોવાનાં કારણે જાનહાની ટળી છે.

error: Content is protected !!
%d bloggers like this: