સમાચાર

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 કેસ : કુલ આંક 1પ63

અમરેલીમાં 7, સાવરકુંડલામાં 8 કેસ

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર6 કેસ : કુલ આંક 1પ63

બગસરા, કુંકાવાવ, લાઠી, રાજુલામાં નવા કેસ

અમરેલી, તા.11

અમરેલી શહેર સહિત જિલ્‍લામાં કોરોનાના દર્દીની સંખ્‍યામાં સતત વધારો જોવા મળી રહયો છે. ત્‍યારે શુક્રવારે અમરેલી શહેરમાં નવા 7 તથા સાવરકુંડલામાં નવા 8 કેસ     મળી કુલ નવા ર6 કેસ નોંધાતા જિલ્‍લાના કોરોનાના દર્દીનોઆંક 1પ63 થવા પામ્‍યો છે.

અમરેલી શહેરના માણેકપરા, ડોકટર હાઉસ પાસેનો વિસ્‍તાર, અમૃતનગર, ગુરૂકૃપાનગર, ગંગાવિહાર, હનુમાનપરા વિસ્‍તારનો સમાવેશ થાય છે.

જયારે સાવરકુંડલામાં ખોડીયાર ચોક, શ્રીજી નગર, માધવાણી વાડી, મણીનગર, જેસર રોડ વિસ્‍તારમાં કોરોનાનો પંજો ફેલાયો છે.

આ ઉપરાંત બગસરા, કુંકાવાવ, લાઠી, રાજુલા, જાફરાબાદ, બોરડી (ધારી),    ડાભાળી (ધારી) સહિતના ગામોમાં પણ કોરોના પોઝિટિવ કેસ              નોંધાયા છે.

error: Content is protected !!
%d bloggers like this: