સમાચાર

ભાજપ શાસનમાં સામાન્‍ય-મઘ્‍યમવર્ગને સૌથી વધુ નુકસાન : પરેશ ધાનાણી

બિનહેતુકીય ખર્ચનાં કારણે ગુજરાત સતત દેવાનાં બોજ નીચે ધકેલાઈ રહૃાું છે

ભાજપ શાસનમાં સામાન્‍ય-મઘ્‍યમવર્ગને સૌથી વધુ નુકસાન : પરેશ ધાનાણી

નોટબંધીનો અવિચારી નિર્ણય અને જીએસટીનાં અમલીકરણમાં વિસંગતતાથી પરેશાની વધી

ભાજપ સરકાર રોજગારી આપવાને બદલે છીનવી રહી હોય યુવાનોની હાલત કફોડી

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજય અને કેન્‍દ્રની ભાજપ સરકારની ઉણપો ઉજાગર કરી

ગાંધીનગર, તા. 11

કેન્‍દ્ર સરકારનાં નોટબંધીના અવિચારી નિર્ણય તથા જીએસટીમાં વ્‍યાપક વિસંગતતા અને અમલીકરણની ખામીનાં કારણે છેલ્‍લા ચાર વર્ષથી અર્થતંત્ર પારાવાર મુશ્‍કેલીમાં ધકેલાઈ ગયેલ છે. વૈશ્‍વિક મહામારી કોરોના અને આયોજન વિનાના લોકડાઉનના પગલે ભારત દેશ મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિકપાયમાલીમાં ધકેલાઈ ગયો છે ત્‍યારે આર્થિક પ્રબંધન, નાણાંકીય ગેરશિસ્‍ત, આડેધડ ઉત્‍સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાનાં બોજ નીચે ધકેલાઈ રહૃાું છે. ભાજપના શાસનમાં સામાન્‍ય-મઘ્‍યમવર્ગને સૌથી વધુ નુકસાન થઈ રહૃાું હોવાની ચિંતા વ્‍યકત કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્‍યું હતું કે, વૈશ્ચિવક મહામારી કોરોનાના 90 દિવસમાં ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્‍લું પડી ગયું છે. રાજય સરકારની ટેકસની આવકમાં ઘટાડો થયો છે. ખુદ નાણામંત્રીએ કેન્‍દ્ર સરકાર સમક્ષ 1ર હજાર કરોડની રકમ બાકી જીએસટીની રકમ પેટે માંગ રાખી છે એટલે કે કેન્‍દ્રની મોદી સરકાર ગુજરાતને જીએસટીના લેણા પેટા 1ર હજાર કરોડ ન ચુકવીને અન્‍યાય કરી રહી છે. ગુડસ એન્‍ડ સર્વિસ ટેકસની આવક કોરોનાના પગલે સાવ તળીયે આવી ગઈ છે.

ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટાપાયે ઘટાડાનો સ્‍વીકાર કર્યો છે. ર019માં આ સમયગાળા દરમ્‍યાન 13,700 કરોડની આવક હતી જેની સામે આ વર્ષે 8,900 કરોડની આવક એટલે કે પ000કરોડનો ટેકસની આવકમાં ઘટાડો….!

ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને અધધ મદદ કરવાની નીતિ અને બીજી બાજુ નાના-મઘ્‍યમકદના ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો પ્રોત્‍સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહૃાા છે.ગુજરાતમાં નાના-મઘ્‍યમકદના ઉદ્યોગો મૃતઃપ્રાય સ્‍થિતિમાં ધકેલાઈ રહૃાા છે ત્‍યારે ભાજપ સરકારની મોટાને ખોળ અને નાનાની અવગણનાને લીધે આર્થિક કટોકટી અંગે ભાજપ સરકાર જવાબદાર હોવાના આકરા પ્રહાર કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અપ્રતિમ સાહસ, વ્‍યાપારિક સક્ષમતા ધરાવનાર ગુજરાતમાં ભાજપ સરકારની બિનઆવડત, કુનેહના અભાવે અને આયોજન વિનાના શાસનના કારણે ઈન્‍ફર્મેશન ટેકનોલોજી અને સર્વિસ ઈન્‍સ્‍ડસ્‍ટ્રીઝ/સેકટરનો જોઈએ તેવો વિકાસ થયો નથી.

કેન્‍દ્રની ભાજપ સરકારની ખોટી આર્થિક નીતિઓ અને પગલાને કારણે વર્ષ ર018માં દેશની કુલ જીડીપીના 70% દેવું હતું જે ર0ર0માં વધીને 7પ% થયું છે અને વર્ષ ર0ર1માં 91% જેટલું પહોંચી જશે. રીઝર્વ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાનાં અહેવાલ મુજબ ગુજરાતનું દેવું વર્ષ ર00રમાં રૂા. 47,919 કરોડ હતું જે વધીને માર્ચ-ર019 સુધીનું રૂા. ર,88,910 કરોડ થયું છે. કોરોના મહામારીના સમયે દેશના દરેક વ્‍યકિતને સરેરાશ રૂા. ર7 હજારનું નુકસાન જયારે ગુજરાતમાં વ્‍યકિતદીઠ રૂા. 4પ,018નું નુકસાન થયું છે ત્‍યારે કેન્‍દ્ર સરકારે જાહેર કરેલ ર0 લાખ કરોડ અને ગુજરાત સરકારે જાહેર કરેલ રૂા. 14,000 કરોડનું આત્‍મનિર્ભર પેકેજ મૃગજળ સાબિત થઈ રહૃાું છે.

કોરોના મહામારીના પગલેરિટેલ બજારોની સાથોસાથ સર્વિસ સેકટર હજી બંધ છે. ઔદ્યોગિક ગતિવિધિ હજુ ઘટી રહી છે. ટેકસટાઈલ, કેમિકલ અને ડાયમંડ ઈન્‍ડસ્‍ટ્રીઝ પારાવાર મુશ્‍કેલીમાં છે. પ્રવાસન ઉદ્યોગ અને હોસ્‍પિટાલિટી સદંતર બંધ છે. ધંધો-રોજગાર જ ન હોય તો ટેકસ કયાંથી ભરી શકાય ? ઘણાં બધાં સેકટરોએ કર્મચારીઓના પગારકાપની સાથોસાથ કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે. રાજયમાં વહીવટી ખર્ચ, યોજનાકીય ખર્ચ અને પ્રજાલક્ષી યોજના માટે નાણાં નથી તેમ ખુદ નાણામંત્રી કહી રહૃાા છે તેનો અર્થ કે ગુજરાતનું આર્થિક ચિત્ર ડામાડોળ  છે ત્‍યારે ભાજપ સરકાર આર્થિક નીતિ ઘડતર, અમલીકરણ, નાણાંકીય પ્રબંધનમાં સદંતર નિષ્‍ફળ નીવડી છે, જેનો ભોગ ગુજરાતની સામાન્‍ય-મઘ્‍યમ વર્ગના નાગરિકો બની રહૃાા છે.

વાયબ્રન્‍ટ ગુજરાત- ર019નાં પાર્ટનર ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝનાં પ્રમુખે પણ અગાઉ સ્‍વીકારેલ કે, જીએસટી અને નોટબંધી બાદ ગુજરાતના ઉદ્યોગો મંદીની વ્‍યાપક અસર હેઠળ છે. માત્ર સુરતમાં જ પ0,000 યુનિટો બંધ થતાં બે લાખથી વધુ લોકોની રોજીરોટી છીનવાઈ છે. એફઆઈએનાં આંકડાઓ મુજબ સરકારની નિષ્‍ક્રિયતાના કારણે રાજયમાં નાના અને મઘ્‍યમ ઉદ્યોગોની સ્‍થિતિ કથળી રહી છે અને રાજયમાં નાના અને મઘ્‍યમ ઉદ્યોગોની અવગણના થઈ રહી છે. એક ગુજરાતી દેશનું પ્રતિનિધિત્‍વ કરી રહૃાા છેત્‍યારે રાજયમાં 4 લાખ નાના અને મઘ્‍યમ ઉદ્યોગો અનેક સમસ્‍યાઓનો સામનો કરી રહૃાા હતા. કોરોનાની પરિસ્‍થિતિના કારણે આયોજન વગરના આપેલ આકરા લોકડાઉનના કારણે આવા ઉદ્યોગોની સંખ્‍યા અનેકગણી વધી ગઈ છે. આવા ઉદ્યોગોમાં કામ કરતા લાખો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. ભાજપ સરકાર ઘ્‍વારા રોજગારી આપવાની તો દૂર પણ રોજગારી છીનવવાનું કામ થઈ રહૃાું છે.

વાયબ્રન્‍ટ ગુજરાતની વાતો કરનારાઓએ જયારથી દેશનું સુકાન સંભાળ્‍યું છે ત્‍યારથી પ્રજાને ભમેઈક ઈન ઈન્‍ડીયાભ, ભસ્‍કીલ ઈન્‍ડીયાભ વગેરે સૂત્રોથી સામાન્‍ય લોકોને આત્‍મનિર્ભર બનવાની સલાહ આપીને ભગવાન ભરોસે જીવવા કેમ મજબુર કરી રહૃાા છે. લોકોએ ભાજપ પર મુકેલો ભરોસો ઠગારો નીવડયો એટલે આત્‍મનિર્ભર બની ભગવાન ભરોસે જીવવાની સલાહ શું કામ આપી રહૃાા છે ? તેવા વેધક પ્રશ્‍નો ધાનાણીએ કર્યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: