સમાચાર

અમરેલી જિલ્‍લાનાં અનેક શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં 1થી 3 ઈંચ વરસાદ

જગતાત કરે છે પોકાર, હવે તો મેઘરાજા ખમૈયા કરો

અમરેલી જિલ્‍લાનાં અનેક શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં 1થી 3 ઈંચ વરસાદથી પરેશાની

તરવડા, બાબાપુર, સરંભડા પંથકમાં ભારે વરસાદ પડયો

અમરેલી, તા. 11

અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લાનાં અનેક ભાગોમાં અવિરત મેઘમહેરથી હવે ખેતરમાં ઉભેલા પાકને ભારે નુકસાન થવાની સંભાવના હોય જેથી જગતાત હવે મેઘરાજા ખમૈયા કરો તેવો પોકારપાડી ઉઠયા છે. અમરેલી શહેરમાં પણ સાંજના સમયે પવન અને વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડયો હતો.

ખાંભા તાલુકાનાં ગીર પંથકનાં ખાંભા, પચપચીયા, સાળવા, પીપળવા, નાનુડી, ખડાધાર,  બોરાળા, દાઢીયાળી, રાયડી સહિતનાં અનેક ગામોમાં આજે દિવસ દરમિયાન વરસાદ પડતાં રાયડી ડેમનાં ચાર દરવાજા ખોલવામાં આવ્‍યા હતા. ખાંભાનાં લાસા ગામમાં આવેલ મોબાઈલ ટાવર ઉપર વિજળી ત્રાટકી હતી. જયારે અન્‍ય જગ્‍યાએ પણ એક વિજળી ઘટના બનતા ખાંભા તાલુકામાં વિજળી પડવાની બે ઘટના સામે આવી છે.

સાવરકુંડલા પંથકનાં આદસંગ, ઘનશ્‍યામનગર, થોરડી, મેરીયાણા, ભમ્‍મર, દોલતી, દેતડ, ઘાંડલા, ગોરડકા, દાધીયા, વિજપડી, ચીખલી, ધોબા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ જોરદાર વરસાદ પડયો હતો.

ધારીનાં આજુબાજુનાં ચલાલા, નાગધ્રા, લાખાપાદર સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ સતત વરસાદ પડયો હતો. જયારે બગસરાનાં માણેકવાડા, લુંધીયા, કડાયા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ વરસાદ વરસી પડયો હતો. ધારી નજીક આવેલ ખોડીયાર ડેમમાં નવા નીરની આવક થતાં ધારી ખોડીયાર ડેમનાં ર દરવાજા ખોલવામાં આવ્‍યાનું જાણવા મળેલ છે.

રાજુલા તાલુકાનાં છતડીયા, હિંડોરણા, આગરીયા, વાવેરા જયારે લીલીયા નજીક આવેલ પૂંજાપાદર ગામે પણ વરસાદ વરસ્‍યોહતો.

ખેતરોમાં હજુ વરસાદી પાણી સુકાયા ન હતા ત્‍યાં ફરી મેઘસવારીથી ખેતરોમાં પાણી પાણી થઈ ગયાનું પણ જાણવા મળેલ છે.

અમરેલી જિલ્‍લા ફલ્‍ડ કંટ્રોલ રૂમમાં આજે સવારે 6 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 46 (998) મી.મી., ખાંભા 3ર (11ર6) મી.મી., જાફરાબાદ 1ર (1137) મી.મી., ધારી 13 (679) મી.મી., બગસરા 61 (1રર3) મી.મી., બાબરા ર7 (9ર9) મી.મી.,  રાજુલા 17 (1166) મી.મી., લાઠી પ7 (864) મી.મી., લીલીયામાં 83 (1093) મી.મી. વડીયા 17 (11ર8) મી.મી. જયારે સાવરકુંડલામાં 4 (998) 96ર મી.મી. વરસાદ નોંધાયો છે.

error: Content is protected !!
%d bloggers like this: