સમાચાર

લાઠી પંથકમાં ભારે વરસાદથી ખેતીપાકોનું ધોવાણ થતાં ચિંતા

લાઠી પંથકમાં ભારે વરસાદથી ખેતીપાકોનું ધોવાણ થતાં ચિંતા

ધારાસભ્‍ય ઠુંમરે ખેતરોની મુલાકાત લીધી

દામનગર, તા.11

લાઠી તાલુકાના ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં અતિવૃષ્‍ટિથી ખેતી પાકને થયેલ નુકસાન અંગે માહિતી મેળવતા ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી તાલુકાના શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેતી પાકને અતિવૃષ્‍ટિથી નાશ થયેલ તલ સહિતના વિવિધ ખેત પેદાશોને થયેલ નુકસાન અંગે સ્‍થાનિક ખેડૂતો પાસે વિગતો મેળવી રહયા છે. ખેતી પાકોને થયેલ નુકસાન અંગે ત્‍વરિત સર્વે અનેક ખેડૂતોએ ધારાસભ્‍ય સમક્ષ ખેડૂતોએ આગ્રહ કરી અનેક ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારમાં ખેતરોએ વિઝીટ કરવા રજૂઆત કરી હતી.સોનેરી સમય શકિત અને બિયારણ વ્‍યર્થ ગયા. ઠેર ઠેર ખેતરોમાં બિહામણા દ્રશ્‍યો જોવા મળી રહયા છે. કોઈક જગ્‍યાએ ખાલી તલના ઠુંઠા ઉભા જોવા મળી રહયા છે. ખેડૂતોના મોઢે આવેલ કોળિયો ઝૂંટવાતા બેહાલ ખેડૂતોની સ્‍થાનિક ધારાસભ્‍ય સમક્ષ મદદની ગુહાર લાઠી તાલુકાના અનેક ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં ખેતીની જમીનમાં ખેતી પાકને વ્‍યાપક નુકસાન તાકીદે સર્વે કરી વળતરની વ્‍યવસ્‍થા માટેની માંગ ઉભી થઈ છે.

error: Content is protected !!
%d bloggers like this: