સમાચાર

દામનગરમાં પૂ. રામબાપુનું માલધારી યુવકો દ્વારા ઉષ્‍માભર્યું સ્‍વાગત  

દામનગરમાં પૂ. રામબાપુનું માલધારી યુવકો દ્વારા ઉષ્‍માભર્યું સ્‍વાગત

દામનગર શહેરના ઠાકરદ્વારા ખાતે જગમી તીર્થંકર બાવળીયાળી ઠાકરદ્વારા મહંત પૂજય રામબાપુ પધારતા માલધારી યુવકો દ્વારા પૂજય રામબાપુનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું. દામનગર શહેરના ઠાકોરદ્વારા ખાતે પધારેલ પૂજય રામબાપુએ માલધારી પરિવારોના ઘરે પધરામણી કરી હતી. અનેક માલધારી યુવાનોમાં અદમ્‍ય ઉત્‍સાહ પ્રેરતા પૂજય રામબાપુબાવળીયાળી મહંત દ્વારા આશીર્વચન પાઠવ્‍યા હતા. આજે સવારના બાવળીયાળી મહંત પૂજય રામબાપુ દામનગર શહેરમાં પધારતા માલધારી સમાજના યુવાનોમાં અદમ્‍ય ઉત્‍સાહ સાથે અનેક પરિવારોને ત્‍યાં પૂજય રામબાપુએ પધરામણી કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: