સમાચાર

ઉલ્‍ટી ગંગા : રાજુલાનાં હિંડોરણા ચોકડી વિસ્‍તારમાં અર્ધો ડઝન યુવતીઓ ચેનચાળા કરતી ઝડપાઈ

પેન્‍ટ શર્ટ પહેરેલ યુવતીઓ ખુલ્‍લેઆમ બિભત્‍સ શબ્‍દો બોલતી હતી

ઉલ્‍ટી ગંગા : રાજુલાનાં હિંડોરણા ચોકડી વિસ્‍તારમાં અર્ધો ડઝન યુવતીઓ ચેનચાળા કરતી ઝડપાઈ

અમદાવાદની તમામ યુવતીઓની હરકતથી પોલીસ દોડી

રાજુલા, તા.10

સામાન્‍ય રીતે લવરમુછીયા યુવાનો જાહેરમાં ઉભા રહીને યુવતીઓની છેડતી કરતા ઝડપાતા હોય છે. ત્‍યારે, રાજુલામાં ઉલ્‍ટી ગંગા જેવો કિસ્‍સો પ્રકાશમાં આવેલ છે. જયાં 6 યુવતીઓ જાહેરમાં અવર જવર કરનાર પુરૂષ સામે બિભત્‍સ ગાળો બોલી, અસભ્‍ય વર્તન કરતી હોય પોલીસે તમામ યુવતીઓની અટકાયત કરેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, રાજુલા પો.સ્‍ટે.ના હીંડોરણા ચોકડીએ રાધીકા હોટલ સામે જાહેર રોડ ઉપર કુલ 6 છોકરીઓ બહારથી આવેલ અને તેણેપેન્‍ટ શર્ટ પહેરેલ અને તે આશરે 18 થી રપ વર્ષની ઉંમરની હોય જે છોકરીઓ જાહેર રોડ ઉપર નિર્લજજપણે વર્તન કરે છે. તેવી હકીકત મળતા પો. ઈન્‍સ. આર.એમ. ઝાલા તથા પો.સ.ઈ. સેગલીયાએ ઉપરોકત હકીકત આધારે પોલીસ ટીમ સાથે જઈ તપાસ કરતા હીંડોરણા ચોકડીએ રાધીકા હોટલથી થોડે દૂર આવતા હકીકતવાળી જગ્‍યાએ જાહેર રોડ ઉપર કુલ-6 છોકરીઓ અલગ અલગ ઉભેલ હોય અને તેણીઓએ પેન્‍ટ શર્ટ પહેરેલ હોય જે છએ છોકરીઓ આવતા જતા વાહનો તેમજ માણસોની અવર જવર થતી હોય તે જાહેર રોડ ઉપર જાણી બુજીને નિર્લજજપણે વર્તન કરી, બિભત્‍સ શબ્‍દો બોલી ઈશારા કરી પોતાની જાતને નિર્લજજપણે વર્તતી હોય જેથી ઉપરોકત છએ છોકરીઓને મહિલા પો. સ્‍ટાફની મદદથી પકડી પાડી ગુનો રજિ. કરેલ છે.

પકડાયેલ મહિલા આરોપીઓના નામોમાં (1) પુજાકુમારી લાલાભાઈ બારોટ (ઉ.વ.ર0) (ર) રીનાબેન રાજુભાઈ બારોટ (ઉ.વ.ર0) (3) ભાવનાબેન શાંતિલાલ બારોટ (ઉ.વ.ર1) (4) નીતુબેન રાજેશભાઈ બારોટ (ઉ.વ.ર1) (પ) નિલમબેન દિલીપભાઈ બારોટ (ઉ.વ.ર1) (6) સીમાબેન ચમનભાઈ બારોટ (ઉ.વ.ર1) રહે. બધા અમદાવાદ જીવન જયોત સોસાયટી પાસે, ઓઢવ, અમદાવાદ હાલ અમદાવાદ વટવા ઉમંગ પ્‍લોટ, દુર્ગાનગર. આમ આ બનાવ જાહેર જનતા માટે લાલબતી સમાન હોય પોતાના વાહનમાં તથા જાહેરમાં આવીરીતે અજાણ્‍યા મહિલાઓથી સાવચેતી અને સાવધાની રાખવા અમરેલી પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. કોઈ વ્‍યકિત સાથે આવો બનાવ બનેલ હોય તો રાજુલા પો. સ્‍ટે. સંપર્ક કરવા જણાવાયું છે.

error: Content is protected !!
%d bloggers like this: