સમાચાર

અમરેલીનાં ક્રિષ્‍નાપાર્ક તેમજ જીવનધારા સોસાયટીમાં બિસ્‍માર માર્ગોથી પરેશાની

અમરેલીનાં ક્રિષ્‍નાપાર્ક તેમજ જીવનધારા સોસાયટીમાં બિસ્‍માર માર્ગોથી પરેશાની

અમરેલી, તા. 9

અમરેલી નગરપાલિકાનાં વોર્ડ નંબર 11માં સમાહિત ક્રિષ્‍ના પાર્ક (જીવનધારા) સોસાયટી ર0 વર્ષ જુની સોસાયટી છે. આ સોસાયટીમાં 1પ0થી વધુ મકાનો આવેલ છે અને લગભગ 700થી 800 લોકો વસવાટ કરી રહૃાાં છે. ચોમાસુ બેસે અને વરસાદ આવે એટલે આ સોસાયટીનાં રહીશોને કયાંથી અને કેવી રીતે ચાલવું તેમજ વાહનો કેમ ચલાવવા તે યક્ષ પ્રશ્‍ન થાય ! ક્રિષ્‍ના પાર્ક સોસાયટીને આનંદનગર સાથે જોડતા મોટા પ્‍લોટનાં રસ્‍તામાં ખૂબ ગારો-કિચડ થાય છે અને સોસાયટીમાં પણ આજ સુધી કયારેય રોડ બનાવેલ ના હોય વરસાદ આવે એટલે કિચડનું સામ્રાજય સર્જાય છે. મુશ્‍કેલી એટલી છે કે, આ વિસ્‍તારમાં કોઈ બીમાર હોય તો એમ્‍બ્‍યુલન્‍સ 108 સહિત અંદર સોસાયટીમાં આવવાની ના પાડે, કોઈનું મૃત્‍યુ થાય તો મોક્ષરથને ચાલવામાં મુશ્‍કેલી, કચરો એકઠો કરવા આવતાં નગરપાલિકાનાં વાહનો પણઅંદર આવતા નથી, દુધવાળા-શાકભાજીવાળા અને ઓટો રીક્ષાવાળા સોસાયટીમાં આવવાની સ્‍પષ્‍ટ ના પાડે છે. ત્‍યારે અગાઉ રસ્‍તા પ્રશ્‍ને અનેકવાર રજૂઆત કરી ચૂકેલા આ વિસ્‍તારના રહીશો તોબા પોકારી ગયા હોય, ચાલવાનાં રસ્‍તાને ચાલી શકાય તેવો કરવા 70-80 જેટલા રહીશોએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી ભભઅમને અમારો હકક આપોભભભ, ભભક્રિષ્‍ના પાર્કમાં રોડ બનાવોભભ, નગરપાલિકા હાય-હાયભભનાં સુત્રોચ્‍ચાર કર્યા હતા. નગરપાલિકા કચેરીએ પ્રમુખ, ચીફ ઓફિસર કે એન્‍જીનીયર ગેર (ઘેર) હાજર હોય રજૂઆત કરવા આવેલા રહીશો રોષે ભરાયા હતા અને હાજર કર્મચારીઓને આ માસનાં અંત સુધીમાં રસ્‍તાનો યોગ્‍ય નિકાલ નહી આવે તો ર જી ઓકટોબર ગાંધી જયંતીએ ઉપવાસ પર ઉતરવાની ચીમકી વિપુલ ભટ્ટીએ ઉચ્‍ચારી હતી. તેને સમર્થન કરતા મુશ્‍કેલી વેઠી રહેલા સોસાયટીનાં સૌ રહીશો સાથે મળીને ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાનું એલાન કર્યુ હતું.

નગરપાલિકા કચેરીએ નિરાશ થયેલા રજૂઆતકર્તાઓ અમરેલી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી. સોજીત્રા પાસે પહોંચ્‍યા હતા અને તેઓને રોડ પ્રશ્‍ને રજૂઆત કરી હતી અને લોકોને ચોમાસામાં પારાવાર હાલાકી ભોગવવી પડે છે તે વર્ણવ્‍યું હતું. રજૂઆત સાંભળી સોજીત્રાએ આગામી ત્રણ માસમાં આ પ્રશ્‍નનું નિરાકરણ લાવવાની ખાતરી આપીહતી. વર્ષોથી મુશ્‍કેલી વેઠી રહેલા સ્‍થાનિકો સકારાત્‍મક જવાબથી ખુશ થયા.

ક્રિષ્‍ના પાર્કનાં રોડ પ્રશ્‍ને દિનેશભાઈ ડોબરીયા, સંતોષભાઈ ગુર્જર, કનુભાઈ મિસ્‍ત્રી, બાબુભાઈ ખેરડીયા, જયસુખભાઈ ગજેરા, મુકેશભાઈ માળવી, રમેશભાઈ ભટ્ટ, નારણભાઈ વઘાસીયા, જીતેન્‍દ્રભાઈ દેવમુરારી, મનોજભાઈ ત્રિવેદી, જીતુભાઈ અગ્રાવત, મનિષભાઈ કથીરીયા, નટુભાઈ ઉનડકટ, હરેશભાઈ વરૂ, જી.બી. રાઠોડ, હરસુખભાઈ રાજયગુરૂ, શૈલેષભાઈ મહેતા, જોષીભાઈ, જીજ્ઞેશભાઈ ઠાકર, દલપતબાપુ, કિશોરભાઈ ગોહિલ, રાજુભાઈ બડમલીયા, પ્રભાકરભાઈ, વિપુલભાઈ સગર, સંજયભાઈ ગેડીયા, પ્રવિણભાઈ સરવૈયા, ભાવેશભાઈ ચૌહાણ, ટીકાભાઈ,     કાળુભાઈ ઝાલાવડીયા, પ્રતાપભાઈ મોડા, મકવાણાભાઈ, દિલીપભાઈ, પિન્‍ટુભાઈ, પ્રતિક ત્રિવેદી, આનંદ તન્‍ના સાથે વિપુલ ભટ્ટીએ આક્રમક રજૂઆત કરી હતી.

error: Content is protected !!
%d bloggers like this: