સમાચાર

લીડરશીપ ડેવલપમેન્‍ટ કાર્યક્રમમાં રાજયનું પ્રતિનિધિત્‍વ કરતા ગોંડલીયા

લીડરશીપ ડેવલપમેન્‍ટ કાર્યક્રમમાં રાજયનું પ્રતિનિધિત્‍વ કરતા ગોંડલીયા

અમરેલી, તા. 9

તાજેતરમાં કોરોનાની મહામારી વચ્‍ચે ઓનલાઈન વર્ચ્‍યુઅલ મીટીંગ ઘ્‍વારા કાર્યક્રમો તેમજ મીટીંગ કરવામાં આવી રહી છે. રાષ્‍ટ્રીય સહકારી સંઘ એનસીયુઆઈ ઘ્‍વારા સમગ્ર દેશની સહકારી સંસ્‍થાની હોદેદાર મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી પ0 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં મહારાષ્‍ટ્ર, કર્ણાટક, આસામ, કેરાલા, ગુજરાત, ઉત્તરપ્રદેશમાંથી મહિલાઓ સામેલ થઈ હતી. જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરતા મહિલા સહકારી આગેવાન ભાવનાબેન ગોંડલીયાએ ત્રણ દિવસ સહકારી ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વિવિધ કાયદાઓ તેમજ સહકારી સંસ્‍થાના રજીસ્‍ટ્રેશનથી લઈ કાર્યપઘ્‍ધતિની માહિતી આપી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે,ભાવનાબેન ગોંડલીયા એનસીયુઆઈમાં મહિલા રિંગમાં ડાયરેકટરની જવાબદારી નિભાવે છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના વિવિધ જગ્‍યાઓએ માહિતી આપી હતી જેમાં ગુજરાતમાંથી એક માત્ર મહિલા ભાવના ગોંડલીયા ઘ્‍વારા સચોટ અને ઉપયોગી માહિતી આપવામાં આવતા તમામ પાર્ટીસિપેટ તેમજ આયોજકો ઘ્‍વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

ભાવનાબેન ગોંડલીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્‍યું હતું કે, દેશના સહકારી નેતા અને આગેવાન દિલીપભાઈ સંઘાણી તેમજ ડો. ચંદ્રપાલ યાદવનાં માર્ગદર્શન તેમજ આશિર્વાદથી આ ક્ષેત્રમાં કામ કરવાની તક મળી છે. ર016નાં તાલીમાર્થી તરીકે જવાનું અવસર મળ્‍યો હતો અને ત્‍યારબાદ ર017થી દેશની સૌથી મોટી સહકારી સંસ્‍થામાં જવાબદારી મળતા કામ કરવાની તક મળી છે. આજે એ જ સંસ્‍થામાં લેકચર લેવાની તક મળતા આનંદની લાગણી અનુભવું છું. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રે મહિલાઓ વધુમાં વધુ આગળ વધે, સ્‍વનિર્ભર બને એવી કામગીરી હાથ ધરવામાં આવશે. આ સંસ્‍થા દેશમાં સહકારી પ્રવૃત્તિના પ્રચાર-પ્રસાર માટે કામગીરી કરે છે. સહકારી સંસ્‍થાની કમિટી, સ્‍ટાફ તેમજ જોડાયેલા સભાસદોને યોગ્‍ય તાલીમ આપી સહકારી સંસ્‍થાના માઘ્‍યમથી સેવા કરવાનો ઉદેશ્‍ય સમજાવવામાં આવે છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, છેલ્‍લા ત્રણવર્ષમાં ગુજરાતમાંથી ર00થી વધારે મહિલાઓએ આ તાલીમનો લાભ મેળવ્‍યો છે તેનો મને આનંદ છે.

error: Content is protected !!
%d bloggers like this: