સમાચાર

અમરેલી સિવિલ હોસ્‍પિટલ અને કોવિડ હોસ્‍પિટલની મુલાકાત લેતા આરોગ્‍ય કમિશનર જયપ્રકાશ શિવહરે

અમરેલી સિવિલ હોસ્‍પિટલ અને કોવિડ હોસ્‍પિટલની મુલાકાત લેતા આરોગ્‍ય કમિશનર જયપ્રકાશ શિવહરે

અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ઘ્‍યાને લઈ રાજયના આરોગ્‍ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ આજે અમરેલીની સિવિલ હોસ્‍પિટલ, કોવીડ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી. આરોગ્‍ય કમિશનરે સિવિલ હોસ્‍પિટલ, કોવિડ હોસ્‍પિટલના કોરોના વાર્ડની મુલાકાત લઈને સ્‍થાનિક તબીબો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓના સ્‍વાસ્‍થ્‍યની પૃચ્‍છા કરી હતી. તેમણે દર્દીઓને અપાતી સારવાર અને સવલતોથી સંતોષ વ્‍યક્‍તત કર્યો હતો. આરોગ્‍ય કમિશનર કોરોના વાર્ડમાં સેવારત ડોક્‍ટર, નર્સ સહિતના તમામ આરોગ્‍ય કર્મીઓ અને સફાઈ કર્મચારીઓને વ્‍યક્‍તિતગત મળ્‍યા હતા અને તેમની સેવાઓને બિરદાવીહતી. તેમણે તમામને સાંભળીને વધુ સારી સેવાઓ માટેના સૂચનો પણ આવકાર્યા હતા. તેમણે તમામ સંસાધનોની પૂર્તતા પણ સુનિશ્ચિત કરી હતી. દર્દીઓ અને સ્‍ટાફ સાથેની રૂબરૂ મુલાકાત વેળાએ તમામના પરિવારજનોની સુવિધા પણ સચવાય એ માટે હોસ્‍પિટલ તંત્રએ લીધેલા તમામ પગલા અને હોસ્‍પિટલની સંવેદનશીલતાને પણ તેમણે બિરદાવી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, સિવિલ સર્જન, કોવીડ હોસ્‍પિટલના ડો. બી.એલ. ડાભી, કોવિડ હોસ્‍પિટલ અને સિવિલ હોસ્‍પિટલના તબીબો સહિતના તમામ આરોગ્‍ય કર્મીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!
%d bloggers like this: