સમાચાર

લીલીયામાં ભુગર્ભ ગટરનાં ગંધાતા પાણી માર્ગ પર ફરી વળ્‍યા

સમગ્ર રાજયમાં મોટા ઉપાડે બનાવવામાં આવેલ ભુગર્ભ ગટરમાં ભ્રષ્‍ટાચાર થતાં સમસ્‍યા વિકરાળ બની

લીલીયામાં ભુગર્ભ ગટરનાં ગંધાતા પાણી માર્ગ પર ફરી વળ્‍યા

દેશમાં મોડેલ રાજય તરીકે ઓળખાતા ગુજરાતનાં એક ગામની હાલત અતિ ભયજનક

ભ્રષ્‍ટાચાર નાબુદ કરવાની ગુલબાંગો વચ્‍ચે ભુગર્ભ ગટરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્‍ટાચારનો આક્ષેપ

એક દિવસ જાગૃત્ત બનીને મત આપીને પાંચ વર્ષ સુધી સુઈ જવાનું કહેનાર જ સુઈ ગયા

અમરેલી, 8

લીલીયા મોટા ભુગર્ભ ગટરનાં પાણી નાવલી બજારમાં ફરી વળતા ગામજનો અને વેપારીઓમાં રાજકીય આગેવાનો સામે નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. રાજકીય આગેવાનો એકબીજા પર આક્ષેપ કરીને જવાબદારીથી હાથ ધોઈ રહૃાા હોય જનતા બધો તમાશો સમજી રહી છે.

લીલીયા મોટાની મુખ્‍ય બજાર ગણાતી નાવલી બજારમાં ભુગર્ભ ગટરનાં ગંધાતા પાણી માર્ગ પર ફરી વળતાં વેપારીઓ અને ગામજનો ત્રાહીમામ પોકારી ચુકયા છે.

લીલીયા મોટા ખાતે આજથી 8-10 વર્ષ પહેલા જયારે ભુગર્ભ ગટરની કામગીરી ચાલતી હતી ત્‍યારે ભભઅમરેલી એકસપ્રેસભભમાં પણ ભ્રષ્‍ટાચાર થતો હોવા અંગે વારંવાર અહેવાલ પ્રસિઘ્‍ધ કરવામાં આવ્‍યા હતા અને ત્‍યારે સત્તાધારી પક્ષનાં આગેવાનોમાં વિકાસનો નશો જોવા મળતો હતો. કોઈ તપાસ કરવામાં જ ન આવી.

લીલીયા મોટા ગામમાંજયારથી ભુગર્ભ ગટર બની છે ત્‍યારથી સમસ્‍યાઓ વધતી રહી છે. છતાં પણ રાજય સરકાર કે વિપક્ષી ધારાસભ્‍ય ઘ્‍વારા કોઈ નકકર કામગીરી કરવામાં આવતી નથી.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે, સમગ્ર રાજયનાં નાના-મોટા શહેરોમાં અબજો રૂપિયાનાં ખર્ચે ભુગર્ભ ગટર કાર્યરત કરવામાં આવી છે. લગભગ તમામ નાના-મોટા ગામમાંથી એક સરખી જ ફરિયાદ સામે આવતી હોય તમામ જવાબદારી રાજય સરકારની સાબિતી થાય છે તેમાં કોઈ શંકા નથી.

error: Content is protected !!
%d bloggers like this: