સમાચાર

કપાસનો પાક નિષ્‍ફળ જતાં માલઢોરને ખેતરમાં છુટા મુકી દેવામાં આવી રહૃાા છે

નિરાશ થયેલ ખેડૂતોએ પાકમાં પશુઓને છુટા મુકી દીધા

ભારે વરસાદથી ખેતીપાકોને નુકસાન થતાં કપાસનો પાક નિષ્‍ફળ

કપાસનો પાક નિષ્‍ફળ જતાં માલઢોરને ખેતરમાં છુટા મુકી દેવામાં આવી રહૃાા છે

અમરેલી જિલ્‍લોકૃષિ પ્રધાન હોવાથી ખેતીપાકો નિષ્‍ફળ જવાથી અર્થતંત્રને માઠી અસર થશે

સૌથી વધુ ઉત્‍પાદન કપાસનું થતું હોવાથી અને તેમાં મોટાપાયે નુકસાની જતાં ચિંતાનો માહોલ

અમરેલી, તા. 8

અમરેલી જિલ્‍લામાં ચાલું મૌસમમાં અતિવૃષ્‍ટિ જેવો માહોલ ઉભો થતાં જિલ્‍લામાં ખેતીપાકોને વ્‍યાપક નુકસાન થતાં ખેડૂતો સહિત સૌ કોઈમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

અમરેલી જિલ્‍લાનું સમગ્ર અર્થતંત્ર કૃષિ આધારિત હોય છે. જો પુરતા પ્રમાણમાં સમયસર વરસાદ પડે તો કૃષિ ઉત્‍પાદન વિપુલ પ્રમાણમાં ઉત્‍પન્‍ન થાય, જેના વેચાણ ઘ્‍વારા જિલ્‍લામાં આર્થિક હરિયાળી સર્જાતી હોય છે. લગભગ ધંધા-વેપાર કૃષિ આધારિત પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીને જોડાયેલ હોય છે.

અમરેલી જિલ્‍લામાં અન્‍ય કોઈ ઉદ્યોગોનું અસ્‍તિત્‍વ નથી. દાયકા પહેલા હીરા ઉદ્યોગમાં હજારો યુવાનો રોજગારી મેળવતાં હતા તે ઉદ્યોગ પણ બંધ જેવી સ્‍થિતિમાં જોવા મળે છે.

દરમિયાનમાં ચાલું મૌસમમાં ભારે વરસાદથી ખેતીપાકોને વ્‍યાપક નુકસાન થતાં ખેડૂતો ઉપરાંત શ્રમિકો અને નાના-મોટા વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો હોય સરકારે યુઘ્‍ધનાં ધોરણે ખેડૂતોને આર્થિક સહાય કરવી જોઈએ.

દરમિયાનમાં ધારી પંથકમાં અતિવૃષ્‍ટિનાં કારણે ગ્રામિણ વિસ્‍તારમાં ખેતીને મોટું નુકસાન થયું છે. ધારીતાલુકાનાં હરીપરામાં સતત વરસાદ પડવાનાં કારણે ખેડૂતોનાં પાકને વ્‍યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હરીપરાના કિશોરભાઈ રૂડાણીએ કપાસનું વાવેતર કર્યુ હતું. પરંતુ સતત પડેલા વરસાદને કારણે તેમનો ઉભો પાક નાશ થઈ ગયો હતો. કપાસની કોઈ ઉપજ આવે તેમ ન હોય આજે તેમણે કપાસના પાકમાં માલઢોર ચરણ કરાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, આ સ્‍થિતિનાં કારણે કપાસ ઉતરે તેમ નથી. સરકારે ખેડૂતોની મદદ કરવી જોઈએ.

error: Content is protected !!
%d bloggers like this: