સમાચાર

ચાવંડથી સીમરણ સુધીની પાઈપલાઈનની કામગીરીમાં દે ધનાધન

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે વિજીલન્‍સ તપાસની કરી માંગ

ચાવંડથી સીમરણ સુધીની પાઈપલાઈનની કામગીરીમાં દે ધનાધન

પાણી-પૂરવઠા વિભાગની બેદરકારીનાં કારણે જનતાનાં પરસેવાનાં પૈસાનો દૂરૂપયોગ થતો હોવાનો આક્ષેપ

કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ જનતાને પીવાનું પાણી મળવું મુશ્‍કેલ બને તેમ હોય તપાસ જરૂરી

કરોડો રૂપિયાનાં કથિત કૌભાંડની તટસ્‍થ તપાસ થાય છે કે સમગ્ર પ્રકરણ ભીનું સંકેલાઈ તે જોવું રહૃાું

અમરેલી, તા.7

લાઠી-બાબરાનાં ધારાસભ્‍ય વિરજી ઠુંમરે પાણી પૂરવઠા વિભાગમાં ચાલતા ભ્રષ્‍ટાચારની વિજીલન્‍સ તપાસ કરવા રાજયના મુખ્‍યમંત્રી અને પાણી પૂરવઠા મંત્રીનેપત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, પાણી પૂરવઠા વિભાગની લાઠી તાલુકાના ચાવંડ સંપથી સાવરકુંડલા તાલુકાના સીમરણ સુધી પાણી પૂરવઠા બોર્ડ હસ્‍તક પાઈપ નાખવાની કામગીરી ચાલી રહી છે. સારાય દેશ અને રાજય લોકડાઉન છે. છતાં પણ કામગીરી ચાલે છે. પરંતુ આ કામગીરીની પૂરતી તપાસ વગર અને લોકડાઉનના કારણે તેમજ ઉનાળામાં અધિકારીઓ પાણી વિતરણમાં રોકાયેલા હોવાને કારણે કામગીરી આડેધડ થાય છે. પાઈપનું જોડાણ ખામીયુકત થઈ રહયું છે જે ભવિષ્‍યમાં પાણી લીકેજના કારણે ખેડૂતોની જમીનને પણ નુકસાન કરશે અને નિયમ પ્રમાણે ન થવાને કારણે વિભાગનો ઉદેશ સીમરણ સુધી પાણી પહોંચાડવાનો હશે તે ઉદેશ બર આવશે નહીં તેવી દહેશત છે. વેલ્‍ડીંગમાં ટેન્‍ડરકલોઝ પ્રમાણે ર.પના રોડ વપરાતા ન હોવાની મારી સમક્ષ રજૂઆત થયેલ છે. તેમજ પાણી પૂરવઠાના નિયમ પ્રમાણે ચતગત કરવાની થતી હોય, તે કરાતી નથી. ચતગત ક્ષતિગ્રસ્‍ત છે. આવા કામના અનુભવીને તેમજ અધિકારીઓને સાથે રાખી તપાસ કર્યા બાદ જ આ કામને ફાઈનલ કરવું. તેમાં કોને કઈ જગ્‍યાએ હાજર રાખવા તે માટે આપનો વિભાગ મતવિસ્‍તારના સ્‍થાનિક ધારાસભ્‍ય તરીકે મારી સાથે સંકલન ગોઠવીને કરશે. ટેન્‍ડરકલોઝ પ્રમાણે જે કામગીરી મંજૂર થઈ છે તે પ્રમાણે કામગીરી થતી નથી. એરવાલના પાઈપ ોકનીજગ્‍યાએ નતના નખાઈ રહયાની પણ રજૂઆત થયેલ છે. જોઈન્‍ટ કટીંગમાં હોલી ડે ટેસ્‍ટ કરવાનો થતો હોય તે કરાતો ન હોવાની રજૂઆત થયેલી છે. આ બાબતમાં પણ મારી સમક્ષ થયેલ રજૂઆતો અનુસંધાને અધિકારીઓને સૂચન કરવામાં આવે તો સાથે રહીને આ પણ અટકાવી શકાય તેમ છે. પાઈપલાઈન અન્‍ડર કોટીંગ કરવાનું થતું હોય તે પણ નિયમ પ્રમાણે થયેલ નથી. રોડ ક્રોસીંગ થયેલા છે તેમાં કેટલા ડાયા મીટર ટેન્‍ડર પ્રમાણે નાખવાના થતા હતા અને નખાયેલા છે તેની પણ વિગતો મંગાવી ટેન્‍ડર કલોઝ પ્રમાણે પાઈપ બીછાવતી વખતે સેન્‍ડ ફીલીંગ કરવાનું થતું હોય તે પણ ન થતું હોવાની રજૂઆત છે. પાઈપના જોઈન્‍ટ ઉપર કોટીંગ તેમજ ખોદાણ નિયમ પ્રમાણે થયેલા ન હોવાની રજૂઆત છે. વેલ્‍ડીંગ રોડ નબળા વપરાય તો ગુણવતાની ઘણી ક્ષતિઓ રહી શકે છે. તો તેમાં પણ ટેન્‍ડર કલોઝ સિવાયના હલકી ગુણવતાના વેલ્‍ડીંગ રોડની તપાસ કરવી જોઈએ.

ઉપરાંત માહિતી અધિકાર નીચે તા.3/3/ર0ના રોજ જગદીશભાઈ કે. બાંભરોલીયા તરફથી માહિતી અધિકાર નીચે જે માહિતી મંગાયેલ છે તે આજપર્યંત માહિતી વિભાગ તરફથી અપાયેલ નથી. તેમજ પેકેજ-1 અને પેકેજ-ર જીંદલ કંપનીના પાઈપ ખરીદવાને બદલે અન્‍ય કંપનીના વેન્‍ડર પાઈપ ખરીદાયેલ છે તેમાં પણ ગુણવતામાં ઘણી ખામી છે તેવી મારી સમક્ષ રજૂઆતથયેલ છે. તો આ તમામ કામની વિજીલન્‍સ (તપાસ) કરવામાં આવે અને આવી કામગીરી હોય તો તેમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી છે. વેલ્‍ડીંગ કરાયેલા કામ ઉપર ગ્રાઈન્‍ડર મારીને થતી કરવાની કામગીરીમાં પણ ક્ષતિગ્રસ્‍ત તેમજ મંજૂર કરેલી જગ્‍યાની પાઈપલાઈનના લે-આઉટ પ્‍લાન સિવાય એજન્‍સીને અનુકૂળ પ્રમાણે પાઈપલાઈનની કામગીરી કરેલ છે તો મૂળ લે-આઉટ નકશા અને તે સિવાય કરેલી કામગીરી હોય તો આ કામગીરીની તપાસ અને કામગીરી કરાવનાર જવાબદાર થતા હોય તેવા અધિકારીને પણ નિયમ મુજબ ન કરવા બાબત પગલા લેવામાં આવે.

આ કામગીરી થયેલ છે તેની વિજયુલ સીડી તેમજ ફોટાની સીડી સામેલ રાખી મોકલી રહયો છું. તો તુર્ત જ આપના લેવલેથી આદેશ થવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: