સમાચાર

દામનગરમાં બગીચા કૌભાંડ કરનાર સામે લાલ આંખ

જનતા જનાર્દનનાં પરસેવાનાં પૈસાનો દુરૂપયોગ કરનાર પર તવાઈ

પ્રાદેશિક કમિશનરે પૂર્વ પ્રમુખ સહિત તમામ જવાબદારોને રકમ જમા કરવા આદેશ કરતા ખળભળાટ

દામનગરમાં બગીચા કૌભાંડ કરનાર સામે લાલ આંખ

અંદાજિત રૂપિયા પ0 લાખનાં ખર્ચે પાંચેક વર્ષ પહેલા બગીચાનાં નવિનીકરણમાં દે ધનાધન કરીભતી

નિયમાનુસાર કાર્ય કરવાનાં બદલે મનફાવે તે રીતે કાર્ય કરી જનતાનાં પરસેવાનાં પૈસા ઘરભેગા કરી દીધાભતા

અમરેલી, તા. પ

દામનગર પાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત જવાબદાર કર્મચારીઓ, એજન્‍સીઓને પ્રાદેશિક કમિશનરે રૂપિયા 43 લાખ જેવી રકમ જમા કરાવવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

વિગત એવા પ્રકારની છે કે, વર્ષ ર014-1પનાં સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગારિયાધાર માર્ગ પર નકકી થયેલ સ્‍થળથી અલગ જમીન પર બગીચો બનાવવામાં આવેલ જેમાં તમામ નિયમોનો ઉલાળીયો થયાની ફરિયાદ જે-તે વખતે જાગૃત નાગરિક ઘ્‍વારા કરવામાં આવી હતી. ભભઅમરેલી એકસપ્રેસભભમાં પણ આ કથિત ભ્રષ્‍ટાચાર અંગે અવાર-નવાર અહેવાલ પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ.

બાદમાં પાલિકાનાં પ્રાદેશિક કમિશનર યોગેશ નિરગુડે ઘ્‍વારા ઘ્‍વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં પાલિકાનાં પૂર્વ પ્રમુખ ભીમજીભાઈ વાવડીયા, પાલિકાનાં ઈજનેર, કન્‍સ્‍લટીંગ કંપની અનેકોન્‍ટ્રાકટ એજન્‍સી સહિતે નિયમોનો ઉલાળીયો કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્‍ટિએ જણાઈ આવતાં તમામ જવાબદારોને રૂપિયા 43 લાખ જેવી રકમ ભરવા આદેશ કરતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

બીજી તરફ શહેરીજનોમાં જે કોઈએ ભ્રષ્‍ટાચાર કર્યો છે તેમના વિરૂઘ્‍ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉભી થઈ છે.

error: Content is protected !!
%d bloggers like this: