સમાચાર

“આલમ આરા” આલમ આરાનો અર્થ વિશ્‍વ કી રોશની તેવો પણ થાય

દાદાસાહેબ ફાળકેએ ભારતીય સિનેમામાં પ્રાણ પૂર્યા પણ અવાજ ન હતો. જે પારસી ડાયરેકટર, પ્રોડયૂસર જે ઈમ્‍પિરિયલ ફિલ્‍મ કંપની ચલાવતા હતા. તેના દ્વારા ભારતની પ્રથમ બોલતી ફિલ્‍મ બનાવવાનું નકકી કર્યુ પણ તે માટે સંઘર્ષ જરૂરી હતો. કારણ કે ભારતમાં સાઉન્‍ડ પ્રુફ સ્‍ટુડિયો જ ન હતો. તથા કોઈ ટેકનીક ન હતી. આરદેશ ઈરાની વિદેશથી તમામ ટેકનીક શીખી. વિદેશી કલાકારોને સાથે રાખી ફિલ્‍મ બનાવવાનું બીડું ઝડપ્‍યું. તેમનો સ્‍ટુડિયો રેલ્‍વે લાઈનની બિલકુલ પાસે જ હતો. જેથી દિવસે શૂટીંગ કરતા ટ્રેન તથા બીજા અવાજો સંવાદો તથા ગીતની સાથે રેકોર્ડ થઈ જતા હતા. તેથી તેમણે રાત્રે શૂટીંગ શરૂ કર્યું. દરેક કલાકાર પાસે એકમાઈક્રોફોન છૂપાવીને રાખવું પડતું હતું. તે પડદા પર ન દેખાય તેનું ઘ્‍યાન રાખવું પડે તેમ હતું. તદ્‌ ઉપરાંત મૂક ફિલ્‍મોમાં કામ કરનારા કલાકારોને સંવાદો બોલવામાં તકલીફ પડી રહી હતી. તેમ છતાં મહા મહેનતે તેમણે પ્રથમ ભારતીય હિન્‍દી તથા ઉર્દુ બંને ભાષાઓની સહાયતાથી ફિલ્‍મ બનાવી “આલમ આરા” આલમ આરાનો અર્થ વિશ્‍વ કી રોશની તેવો પણ થાય છે.

ફિલ્‍મની નાયિકા માટે પ્રથમ રૂબીમેયર (સૂલોચના)નો સંપર્ક થયો પણ તે એંગ્‍લો ઈન્‍ડિયન હોવાથી હિન્‍દુ, ઉર્દુ ભાષા પર પ્રભુત્‍વ ન હોવાથી તે કિરદાર ઝુબેદાને ફાળે આવ્‍યો. નાયક તરીકે પ્રથમ મહેબુબખાનનું નામ વિચારણા હેઠળ હતું પણ મા. વિઠ્ઠલને ફિલ્‍મમાં લેવાનું નકકી કર્યું. પણ તેઓ શિક્ષિત ન હતા. તેથી સંવાદો બોલી શકશે કે કેમ ? તે બાબતે ચર્ચા પછી તેમને ફિલ્‍મમાં ન લેવા તેવો નિર્ણય થયો. પણ મા. વિઠ્ઠલ તે બાબતે કોર્ટમાં ગયા. બેરિસ્‍ટર ઝીણાએ તેમને ન્‍યાય અપાવ્‍યો અને ત્‍યારબાદ મા. વિઠ્ઠલને નાયકનો કિરદાર મળ્‍યો. પૃથ્‍વીરાજ કપૂરે તેમાં નાયિકાના પિતાનું પાત્ર ભજવેલ. ભભસલામભભ જેવા પ્રખ્‍યાત સંવાદોથી જેમણે આપણે ઓળખીએ છીએ તેના ઘાટા અવાજને તે સમયે પસંદ કરવામાં આવ્‍યો ન હતો.

ફિલ્‍મમાં 7 ગીત સામીલ કરવામાં આવ્‍યા. ગીત પડદા પર અભિનયની સાથે જ રેકોર્ડ કરવામાં આવતા હતા.જો થોડીઘણી ભૂલ થાય ફરી શૂટીંગ કરવું પડતું હતું.

ભારતીય સિનેમામાં પ્રથમવાર ગીત-સંગીતનો સમાવેશ ફિલ્‍મમાં કરવામાં આવી રહયો હતો. સંગીતમાં તબલા, હારમોનિયમ તથા વાયોલીનનો જ પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. પ્રથમ પાર્શ્‍વ ગાયક તે ફિલ્‍મના અભિનેતા તથા સ્‍ટુડિયોના ચોકીદાર જેણે ફકીરની ભૂમિકા રજૂ કરેલ તેવા નજીર મહેમદખાનના કંઠે ભભદે, દે ખુદા કે નામ પેભભ ગીત બનાવવામાં આવ્‍યું. જે ખૂબ જ પ્રચલિત રહયું. ઝુબેદાએ પ્રથમ ફિમેલ પાર્શ્‍વ ગાયક તરીકે ભભબદલા દિલવાયેગાભભ ગીત ગાયું ફિલ્‍મનું સંગીત ફિરોજ શાહ અને બી. ઈરાનીએ આપેલ હતું.

મુંબઈના મેજિસ્‍ટીક સિનેમામાં 14 માર્ચ, 1931ના રોજ ફિલ્‍મ પ્રદર્શિત થઈ. પ્રથમ દિવસે જ લોકોનો એટલો બધો ધસારો થયો કે ટિકિટ વ્‍યવસ્‍થા માટે પોલીસ બોલાવવી પડી હતી. પ્રથમ બોલતી ફિલ્‍મ તે સમયની સૌથી વધુ કમાણી કરનાર સુપરહીટ ફિલ્‍મ બની.

તે સમયે ધાર્મિક ફિલ્‍મો જ વધુ બનતી હતી. પણ આલમ આરા એ એક પ્રણય કથા હતી. જે એક રાજાની બે ઝગડાળુ પત્‍નિ પર આધારિત હતી. ફકીરની ભવિષ્‍યવાણી કે રાજાની બીજી પત્‍ની નવબહાર રાજયનો ઉતરાધિકારી આપશે. તો પ્રથમ પત્‍ની દિલબહાર નવબહારની પુત્રીને ગુમ કરી વણજારામાં મોકલી દે છે. તે મોટી થઈ તેનું નામ આલમ આરા (ઝુબેદા) બને છે. તે રાજકુમારજહાગીરખાન સાથે પ્રેમ થયા બાદ રાજગાદી પર બીરાજે છે. તેવી કાલ્‍પનિક પારસી નાટક પરથી આધારીત આ ફિલ્‍મની કથા હતી.

આ ફિલ્‍મની કોઈપણ પ્રિન્‍ટ અત્‍યારે ઉપલબ્‍ધ નથી. તે સમયે ફિલ્‍મની પ્રિન્‍ટ સાચવવા માટે કોઈ વ્‍યવસ્‍થા ન હતી. એમ કહેવાય છે કે એક પ્રિન્‍ટ પૂણેની એન.એફ.એ.આઈ. સંસ્‍થામાં હતી જે ર003માં લાગેલી આગમાં નષ્‍ટ થઈ ગઈ છે. યુ-ટયૂબ પર પ્રથમ ગીત દર્શકોને આ ફિલ્‍મની બીજી રીમેક બની તેના દ્વારા સાંભળી શકાય છે.

1931માં આશરે 7ર ફિલ્‍મો બની જેમાં બીજી બોલતી ફિલ્‍મ જે.જે. મદનના નિર્દેશનમાં ભભસીરી ફરહાદભભ બની.

દુર્ગા ખોટે : પ્રથમ ભારતીય કવીનની બિરૂદ પામેલ દુર્ગા ખોટેએ 1931માં ફિલ્‍મોમાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ મૂક ફિલ્‍મ ભભફરેબીયલભભ હતી. પણ મુખ્‍ય ભૂમિકા 193રમાં ભભમાયા મચિન્‍દરભભમાં       મળી.

193ર : 193રમાં આશરે 6પ ફિલ્‍મો બની. જેમાં હવે સંગીત, ગીત સાથે ફિલ્‍મો બનતી હતી. નવા સંગીતકારોમાં નાગરદાસ નાયક, ધનીરામ, બી.આર. દેવધર, એસપી. રાણે મુખ્‍ય હતા. તથા નવા હિન્‍દી સિનેમાના કલાકારો પણ 193રમાં આવ્‍યા. જેમકે,

મહેબુબખાન :- મહેબુબખાનનો જન્‍મ 9-7-1907ના રોજ બીલીમોરા ગુજરાતમાં થયો હતો. 193રથી તેમણે ફિલ્‍મોમાં પ્રવેશ કર્યો. ત્‍યારબાદ તેઓ નિર્દેશક, નિર્માતા તરીકે વધુ પ્રચલિત થયા.19પ7માં ભારતની ઐતિહાસિક ફિલ્‍મ ભભમધર ઈન્‍ડિયાભભ તેમણે બનાવી હતી.

કે.એલ. સાયગલ :- 193રમાં કુંદનલાલ સાયગલ જે પ્રથમ એકટર, ગાયક તરીકે સુપરસ્‍ટારનો ખિતાબ હાંસિલ કર્યો. તેમણે હિન્‍દી સિનેમામાં ફિલ્‍મ ભભમહોબ્‍બત કે આંસુભભ દ્વારા પ્રવેશ કર્યો. સાયગલ સાહેબનો જન્‍મ તા.11-4-1904માં જમ્‍મુમાં થયો હતો. અને જલંધરમાં માત્ર 43 વર્ષની વયે તેઓનું નિધન થયું હતું. તદ ઉપરાંત શાહુ મોડક, કાનનદેવી, મઝહરખાન જેવા કલાકારોએ 193રમાં પ્રવેશ લીધો.

1933 :- 1933માં આશરે 70 ફિલ્‍મો બની. જેમાં હવે 70% ફિલ્‍મો બોલતી- ગીત સંગીત વાળી બની રહી હતી. મૂક ફિલ્‍મો હવે પૂરી થવા આવી હતી. 1933માં ત્રિલોક કપૂર જે 1933થી 1990 સુધી અભિનય કરતા જોવા મળ્‍યા. તેવા કલાકાર તથા પી. જયરાજ પૈકી પોતે જયરાજ ઝુલુ નાયડુ જે ર8-9-09ના રોજ હૈદરાબાદમાં જન્‍મ્‍યા. તેમણે 1930થી ફિલ્‍મોમાં પ્રવેશ કરેલ પણ 1933થી ભભમાયાજાલભભ ફિલ્‍મથી સફળતા મળી અને પ્રથમ હરોળના હીરો બન્‍યા. તેઓ 199પ સુધી તેમના અભિનયના ઓજસ હિન્‍દી સિનેમાના પડદે પાથરતા રહયા. સને 1980માં તેમને દાદાસાહેબ ફાલકે એવોર્ડથી સન્‍માનીત કરાયા. તો 11-8-ર000ના રોજ તેમનું નિધન થયું. 1934 :- 1934માં 118 જેટલી ફિલ્‍મો બની. જે હવે હિન્‍દી ભાષામાં જ બની રહી હતી. જેમાં90% ફિલ્‍મો સંવાદ, ગીત, સંગીતથી બનેલી હતી. સરદાર બખ્‍તર જેવા કલાકારો આ વર્ષમાં હિન્‍દી સિનેમામાં પ્રવેશ કર્યો.

193પ :- 193પમાં 1પપ જેવી ફિલ્‍મો બની. જે વર્ષમાં હિન્‍દી સિનેમાને નીચે મુજબ કલાકારો મળ્‍યા.

ગોપ :- ગોપ વિશ્‍વદાસ ઈન્‍સાન યા શૈતાનથી પ્રવેશ પામ્‍યા. પાછળથી મશહુર કોમેડીયન તરીકે ખ્‍યાતિ પામ્‍યા.

લીલા ચીટનીસ :- જે 1987 સુધી ફિલ્‍મોમાં રહયા. તેમણે 193પમાં હિન્‍દી સિનેમામાં પ્રવેશ લીધો.

નાના પલસીકર, મોતીલાલ, જહોન કવાલ, નુરજહા, દેવીકારાની જે આગળ જતા પ્રસિઘ્‍ધ થયા. તેમણે હિન્‍દી સિનેમામાં પ્રવેશ કર્યો.

ભગવાન :- જેને ભભભગવાનદાદાભભ થી હિન્‍દી સિનેમા ઓળખે છે. તે 193પથી ફિલ્‍મોમાં આવ્‍યા. પ્રખ્‍યાત વિલન જીવન 193પથી ફિલ્‍મોમાં આવ્‍યા પણ સફળતા 1940માં મળી.

જયંત :- ઝાકરીયાખાન જે હિન્‍દી સિનેમાના પ્રખ્‍યાત ખલનાયક અમજદખાન તથા ઈમ્‍તિયાઝ ખાનના પિતાજી છે. તેમણે પણ 193પમાં પ્રવેશ લીધો. ફિયરલેશ નાદિયા :- 193પથી મૂળ ઓસ્‍ટ્રેલિયનમાં જન્‍મેલ મેરી એન ઈવન્‍સ જેનું સાચું નામ છે તેમણે હન્‍ટરવાલી ફિલ્‍મથી હિન્‍દી સિનેમામાં પ્રવેશ કર્યો. જે સેકસ સિમ્‍બોલ અભિનેત્રી સાબિત થયા. તથા તેમની લડાયક દ્રશ્‍યોથી તેઓ ખૂબ જ પ્રચલિત થયા.

બેબી નરગીસ :- 19ર3માં ફાતેમા એટલે બાળ નરગીસે ભભપલાશેહકભભ ફિલ્‍મથીહિન્‍દી સિનેમામાં બાળ કલાકાર તરીકે પ્રવેશ લીધો. આવતા અંકથી ગીત-સંગીતની વાતો સાથે 1936 મહાન અભિનેતા અશોકકુમાર સાથેની ચર્ચા કરીશું. આભાર (ક્રમશઃ)

error: Content is protected !!
%d bloggers like this: