સમાચાર

અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં મેરેથોન દોડવીરનું અદકેરૂં સ્‍વાગત

અમરેલીની વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં મેરેથોન દોડવીરનું અદકેરૂં સ્‍વાગત

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળાના ઉપક્રમે દોડવીર ઘનશ્‍યામભાઈ સુદાણીનું અદકેરુ સન્‍માન વિદ્યાસભા કેમ્‍પસ અમરેલીમાં કરવામાં આવ્‍યું હતું. જનજાગૃતિ મેરેથોનનું પ્રસ્‍થાન ખાંભા તાલુકાના પીપળવા(ગીર)થી સવારેથી શરૂ કરી વિદ્યાસભા કેમ્‍પસ અમરેલી પહોંચ્‍યા હતા. તેઓએ 74 કી.મી. દોડ પૂર્ણ કરી હતી. માર્ગમાંઠેરઠેર તેમનું અદકેરુ સન્‍માન કરવામાં આવ્‍યુ હતું. વિદ્યાસભા કેમ્‍પસમાં ઉપસ્‍થિત મહાનુભાવોએ તેમની આ સિઘ્‍ધિને બિરદાવી હતી. ડી.ડી.ઓ. પરમાર, બાબાપુર હાઈસ્‍કૂલના પ્રિન્‍સીપાલ મંદાકીનીબેન પુરોહીત, નંદલાલભાઈ ભડકણ, હીરાબેન સતાસીયા તેમજ સંસ્‍થાના ડીરેકટર હસમુખભાઈ પટેલ અને આચાર્યોએ શાલ તથા હાર પહેરાવીને સ્‍વાગત કર્યુ હતું. આ તકે ઘનશ્‍યામભાઈના ભાઈ, બહેન તથા પિતાજી પણ આ સન્‍માનમાં ઉપસ્‍થિત રહયા હતા. ઘનશ્‍યામભાઈ સુદાણીની ઉમદા સિઘ્‍ધિના સાક્ષી બન્‍યા હતા. તમામ મહાનુભાવોએ તેમની ઉતરોતર પ્રગતિના પંથે આગળ વધે તેમજ ગીનીશ બુકમાં તેમનું નામ નોંધાય તેવી સિઘ્‍ધિ પ્રાપ્‍ત કરે એવી શુભકામના પાઠવી હતી.

error: Content is protected !!
%d bloggers like this: