સમાચાર

ખાંભાના મોટા સમઢીયાળા ગામ વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્‍યું

અન્‍ય ગામોએ પ્રેરણા લેવા જેવી ઘટના

ખાંભાના મોટા સમઢીયાળા ગામ વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્‍યું

ગામજનોમાં અનેરો સંપ અને સહકાર જોવા મળ્‍યો

અમરેલી, તા. પ

વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડતું ગામ એટલે ખાંભા તાલુકાનું મોટા સમઢીયાળા ગામ.

ખાંભા તાલુકાનું મોટા સમઢીયાળા ગામ એક આદર્શ ગામ છે. આઝાદી પહેલા સમઢીયાળાનો એક ભવ્‍ય ઇતિહાસ હતો. વાળા (કાઠી) રાજવંશના ગરાસનું ગામ એટલે મોટા સમઢીયાળા. પ્રતાપી રાજવી દરબાર ઓઢાવાળા બાપુ તથા ગોલણવાળા બાપુ તથા મહાન હરિભક્‍તતશ્રી વીરાબાપા શેલડીયાનીકર્મભૂમિ આ ગામ રહ્યું છે. આઝાદી પછી પંચાયતીરાજના અમલ બાદ ગ્રામજનોના સંપ, સહકાર અને સમજના કારણે તેમજ સરકારની વિકાસલક્ષી નીતિના કારણે તથા વતન પ્રેમી દાતાઓની વતન પ્રત્‍યેની ઉદારતાના કારણે ગામમાં બાલમંદિરો, પ્રાથમિક શાળા, હાઈસ્‍કૂલ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સુશોભિત પ્રવેશદ્વાર, અવેડાઓ, ચબુતરાઓ, સરોવર, બેંક, પોસ્‍ટ ઓફિસ, ભવ્‍ય મંદિરો, દરગાહ, વીજ સ્‍ટેશન,ગ્રામ પંચાયત,ભવ્‍ય મુક્‍તિતધામ (સ્‍મશાન) જેવી એક શહેરમાં હોય તેવી તમામ સુવિધાઓ આ ગામમાં છે. ગાંધીબાપુનાં આદર્શ ગામના સ્‍વપ્‍નને આ ગામે ખરેખરમાં સાકાર કર્યું છે. બીજા ગામો માટે મોટા સમઢીયાળા ગામ પ્રેરણા લેવા જેવું ગામ છે.

error: Content is protected !!
%d bloggers like this: