સમાચાર

જિલ્‍લા પંચાયતનાં અનેક ચેરમેનની બેઠક અનામત બની

પ્રમુખ ઉપરાંત કારોબારી ચેરમેન, બાંધકામ ચેરમેન, પૂર્વ સિંચાઈ ચેરમેન નિરાશ થયા

જિલ્‍લા પંચાયતનાં અનેક ચેરમેનની બેઠક અનામત બની

રાજય ચૂંટણી પંચ દ્વારા જિલ્‍લા પંચાયતની તમામ બેઠકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

ચિત્તલ બેઠક ઓબીસી માટે કેરિયાનાગસ બેઠક અનુ.જાતિ, વાંકીયા બેઠક અનુ.જાતિ સ્‍ત્રી માટે અનામત

દલખાણીયા, ધારી,ડુંગર, ગાધકડા, કોટડાપીઠા, ક્રાંકચ, મતિરાળા, નાગેશ્રી, વડીયા, જૂના વાઘણીયા, વંડા બેઠક સામાન્‍ય

અમરેલી, તા.4

અમરેલી જિલ્‍લા પંચાયતની 34 બેઠકો માટે યાદી જાહેર થતાં જ જિલ્‍લાના રાજકીય આગેવાનોમાં દોડધામ મચી ગઈ છે. જિલ્‍લા પંચાયતના વર્તમાન પ્રમુખ, કારોબારી ચેરમેન, બાંધકામ ચેરમેન, પૂર્વ સિંચાઈ ચેરમેન, પૂર્વ બાંધકામ ચેરમેનની બેઠક અનામત જાહેર થવાથી તેઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહયો છે.

જિલ્‍લા પંચાયતના વર્તમાન પ્રમુખ રવજીભાઈ વાઘેલા ગત ચૂંટણીમાં હામાપુર બેઠક પરથી વિજેતા થયા હતા. જયાં હવે સ્‍ત્રી અનામત બેઠક થયેલ છે. તો બાંધકામ ચેરમેન શંભુભાઈ ધાનાણી, કેરિયાનાગસ બેઠક પરથી વિજેતા થયા હતા. તે બેઠક અનુ.જાતિ માટે અનામત જાહેર થયેલ છે. કારોબારી ચેરમેન શ્રીમતિ નાકરાણી ચિત્તલ બેઠક પરથી વિજેતા થયા હતા. તે બેઠક ઓબીસી માટે અનામત જાહેર થયેલ છે. તો પૂર્વ બાંધકામ ચેરમેન ટીકુભાઈ વરૂ ટીંબી બેઠક પરથી વિજેતા થયા હતા. જે બેઠક પણ હવે સ્‍ત્રી અનામત થઈ છે. તો પૂર્વ સિંચાઈ ચેરમેન દિનેશ ભંડેરી વાંકીયા બેઠક પરથી વિજેતા થયા હતા. તે બેઠક હવે અનુ.જાતિ સ્‍ત્રી માટે અનામત થતાં ઉપરોકત આગેવાનોને કઈ બેઠક પરથી ચૂંટણી લડવી તેવો પ્રશ્‍ન ઉપસ્‍થિત થયો છે.

error: Content is protected !!
%d bloggers like this: