સમાચાર

અમરેલી-સુરત વચ્‍ચે હવેથી ટુ-સીટર પ્‍લેન સેવા શરૂ

વેન્‍ચૂરા કંપની દ્વારા સત્તાવારજાહેરાત

અમરેલી-સુરત વચ્‍ચે હવેથી ટુ-સીટર પ્‍લેન સેવા શરૂ

કંપનીનાં માલીકે સૌપ્રથમ મુસાફરી કરી

લીલીયા, તા.4

અમરેલી જિલ્‍લાના લોકોને હવાઈ સેવા મળી રહે તે માટે કેટલાક સમયથી આર્થિક નુકસાન વેઠીને પણ સુરતથી અમરેલી, ભાવનગર વચ્‍ચે હવાઈ સેવા કાર્યરત રાખનાર વેન્‍ચૂરા કંપનીએ નવું ટુ સીટર પ્‍લેનની ખરીદી કરી તેની પ્રથમ ઉડાન સુરતથી અમરેલી વચ્‍ચે કરી હતી. આ તકે સૌ પ્રથમ કંપનીના માલીક સવજીભાઈ ધોળકીયા અને તેમના પુત્ર દ્રવ્‍ય ધોળકીયાએ ટુ સીટર પ્‍લેન સેવાનો લાભ લઈ ટુ સીટર પ્‍લેન સેવા સુરતથી અમરેલી, ભાવનગર માટે ખુલ્‍લી મૂકવામાં આવી હતી. વેન્‍ચૂરા કંપનીનું નવું પ્‍લેન અમરેલી એરપોર્ટ પર લેન્‍ડ થનાર હોવાના સમાચાર મળતા લોકો પ્‍લેન નિહાળવા એરપોર્ટ સુધી દોડી આવ્‍યા હતા. આ તકે હવાઈ સેવામાં વધારો થતા લોકોએ કંપનીના માલીક સવજીભાઈ ધોળકીયાને શુભેચ્‍છા સહ અભિનંદન આપી આનંદ વ્‍યકત કર્યો હતો.

અમરેલી જિલ્‍લાના લોકોને હવાઈ સેવા મળી રહે તે માટે કેટલાક સમયથી આર્થિક નુકસાન વેઠીને પણ સુરતથી અમરેલી, ભાવનગર વચ્‍ચે હવાઈ સેવા કાર્યરત રાખનાર વેન્‍ચૂરા કંપનીએ ટુ સીટર પ્‍લેન ખરીદી કરી તેની પ્રથમ ઉડાન સુરતથી અમરેલી વચ્‍ચે કરી હતી. આ તકે કંપનીના માલીક સવજીભાઈ ધોળકીયા અને તેમના પુત્ર દ્રવ્‍ય ધોળકીયાએ ટુસીટર પ્‍લેન સેવાનો પ્રારંભ કર્યો હતો. વેન્‍ચૂરા કંપનીનું નવું પ્‍લેન અમરેલી એરપોર્ટ પર લેન્‍ડ થનાર હોવાના સમાચાર મળતા લોકો પ્‍લેન નિહાળવા એરપોર્ટ સુધી દોડી આવ્‍યા હતા. આ તકે હવાઈ સેવામાં વધારો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.

error: Content is protected !!
%d bloggers like this: