સમાચાર

નિલવડા ગામની જનતાએ ચકકાજામનો કાર્યક્રમ કર્યો

બાબરામાં ભારે વરસાદથી ગ્રામ્‍ય માર્ગોનું ધોવાણ

નિલવડા ગામની જનતાએ ચકકાજામનો કાર્યક્રમ કર્યો

દર વર્ષે કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ જતો હોવાની ફરિયાદ

તાલુકા પંચાયતનાં સદસ્‍યની આગેવાનીમાં કોઝવે પર ગામજનોએ રામધુન બોલાવી

વાયબ્રન્‍ટ ગુજરાતનાં માહોલમાં રાજયનાં પુલો પણ હવે વાયબ્રન્‍ટ બન્‍યા

બાબરા, તા. 3

બાબરા તાલુકામાં ભારે વરસાદના કારણે તાલુકા મોટાભાગના ગામડાઓ કે જે કોઝેવે પર આવેલા છે તે ગામડામાંમાં કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા ગામના લોકો સંપર્ક વિહોણા બન્‍યા હતા.

ત્‍યારે બાબરા તાલુકાના નિલવડા ગામમાં દર વર્ષેચોમાસામાં પાણીની સમસ્‍યા સર્જાય છે. કારણ અહીં ભારે વરસાદના કારણે સ્‍થાનિક નદીઓનું પાણી કોઝવે પર ફરી વળતા ગામના લોકોનો સંપર્ક તૂટી જાય છે. બાબરાથી સાત કિલોમીટરના અંતરે આવેલું નિલવડા ગામ સુધી ત્રણ કોઝવે નદી પર આવેલા છે. અનેકવાર સ્‍થાનિક આગેવાનો દ્વારા બ્રિજ બનાવવાની રજુઆત કરવામાં આવેલ હતી પણ સ્‍થાનિક તંત્ર દ્વારા યોગ્‍ય કરવામાં આવતું નથી. અહીં વરસાદનું પાણી ગોઠનડુબ જેટલું ભરાય જતા લોકોને પસાર થવું મુશ્‍કેલ બનતું. તેમ છતાં લોકો જીવના જોખમે પસાર કરી બાબરા આવતા હતા.

સ્‍થાનિક આગેવાનો અને ગામના લોકોની ધીરજ ખૂંટતા લોકોએ નિલવડા માર્ગ બ્‍લોગ કરી કોઝવે પર વહેતા પાણીમાં ઉભા રહી રામધૂન બોલાવી હતી. તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ ખાચર અને બાવકુભાઈ ખાચરની આગેવાની હેઠળ મોટી સંખ્‍યામાં ગામના લોકોએ બાબરા-નિલવડા રોડ ચક્કાજામ કરતા માર્ગ અને મકાન વિભાગનું તંત્ર હરકતમાં આવ્‍યું હતું. તાબડતોબ અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને કોઝવે પર બ્રિજ બનાવવાની ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. તંત્ર દ્વારા તુરંત મોટા ભૂંગળા સ્‍થળ પર રવાના કરી લોકો પસાર થઈ શકે તેવું હંગામી કામ શરૂ કર્યું હતું. આમ ચમત્‍કાર વિના નમસ્‍કાર નહિ ઉદાહરણ જોવા મળ્‍યું હતું.

આ પાણીના પ્રવાહમાં બેસી ધૂનબલાવી રહેલા લોકો છે. બાબરાના નિલવડા ગામના વર્ષોથી ચોમાસામાં ચાલી આવતી પુલની સમસ્‍યાનો નિકાલ ન આવતા લોકો આજે અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે.ગામના લોકોએ આજે ગામ નજીક આવેલા બેઠલા પુલ પરથી પસાર થતા સ્‍થાનિક નદીના પાણીમાં બેસી રામધૂન બોલાવી હતી અને સુત્રોચ્‍ચારો કરી પોતાનો રોષ દર્શાવ્‍યો હતો. તો કેટલાક લોકોએ સાંકળો બનાવી વાહનો રોકયા હતા. થોડીવાર માટે અહીં ચક્કાજામની સ્‍થિતિ સર્જાઈ હતી. વાહનોની લાંબી કતારો લાગતા વાહનો અટવાયા હતા.

આ વિસ્‍તારના તાલુકા પંચાયતના સભ્‍ય દિલીપભાઈ ખાચરે આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે, આ ગામની મુશ્‍કેલી છે કે નિલવડા ગામના લોકોને બાબરાથી નિલવડા જવા માટે ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. નિલવડાથી બાબરા તરફ જવામાં ત્રણ જેટલા કોઝવે આવે છે આ કોઝવે પરથી સ્‍થાનિક નદીઓના પાણી ફરી વળે છે જેના કારણોસર અહીંથી પસાર થવામાં ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. આ કોઝવે પર પણ પાણી ફરી વળતા કોઝવેની હાલત પણ દયનિય બની છે અને કોઝવે પર મોટા-મોટા ખાડાઓ પડી ચુકયા છે અને પાણીની વચ્‍ચેથી કપચીઓ હોવાથી લોકોને અકસ્‍માતનો ભય રહે છે તેમજ ભારે વરસાદ પડતાં આ તમામ કોઝવે પર પાણી ફરી વળે છે અને અહીંથી બાબરા જવા માટે નિલવડા સહિત પ જેટલા ગામોના લોકોનોસંપર્ક તૂટી જાય છે. તેમજ ચોમાસામ લોકોને ઓચિંતા ઇમરજન્‍સી દવાખાનાઓના કામોમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

error: Content is protected !!
%d bloggers like this: