સમાચાર

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં ભારે વરસાદથી પાલિકાનાં પાપે ગોઠણડૂબ પાણી ભરાયા’તા

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં ભારે વરસાદથી પાલિકાનાં પાપે ગોઠણડૂબ પાણી ભરાયા’તા

અમરેલી, તા.ર

અમરેલી પાલિકાના ભ્રષ્‍ટ બાબુઓ ભ્રષ્‍ટાચારમાં એટલા ગળાડૂબ બન્‍યા છે કે તેનો કોઈ અંદાજ તેઓને નથી.

અમરેલીની સિવિલ હોસ્‍પિટલના પટાંગણમાં વરસાદી પાણીનો ભરાવો થયા અંગેનો અહેવાલ પ્રસિઘ્‍ધ થતાં જ તંત્રમાં દોડધામમચી હતી અને પાલિકાના શાસકોનો કાન આમળવામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટેની ગટરમાં 3 જેટલા પાઈપ લગાવવાનું બહાર આવતા યુઘ્‍ધના ધોરણે પાઈપ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે પાલિકાના બાંધકામ વિભાગના ભ્રષ્‍ટ બાબુઓને મનફાવે તે રીતે કામ કરાવીને એજન્‍સીઓ પાસેથી તગડુ કમિશન લેવાની ઉતાવળ સિવાય શહેરીજનોની કોઈ ચિંતા નથી તે હકીકત છે.

error: Content is protected !!
%d bloggers like this: