સમાચાર

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ગણપતિ મહોત્‍સવમાં ગણપતિ દાદાનું ભાવપૂર્ણ વિસર્જન

બાબરામાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ગણપતિ મહોત્‍સવમાં ગણપતિ દાદાનું ભાવપૂર્ણ વિસર્જન

બાબરામાં ગાયત્રી મંદિરમાં સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્‍સવનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ દુંદાળા દેવને બપોરે થાળ તેમજ સાંજે આરતી બ્રહ્મસમાજ પરિવાર દ્વારા કરવામાં આવે છે. ગાયત્રી મંદિરખાતે આયોજિત ગણપતિ મહોત્‍સવમાં નાગરિક બેન્‍ક ચોકના વેપારીઓ પણ જોડાઈને દાદાની આરાધના કરે છે. અહીં દસ દિવસ સુધી દુંદાળા દેવની સ્‍થાપના કરી નિયમિત પૂજન, અર્ચન કરવામાં આવે છે. આજે અંતિમ દિવસે ગણપતિ દાદાનું વિધિ વિધાન સાથે શાસ્‍ત્રી યગ્નેશભાઈ શુકલ અને દીપકભાઈ તેરૈયા દ્વારા વિસર્જન કરાવ્‍યું હતું. શહેરમાં રાજકોટ રોડ પર આવેલ કોઝવે પર ગણપતિ દાદાનું ભાવપૂર્ણ વિસર્જન કરવામાં આવ્‍યું હતું. મંગળ મૂર્તિ મોર્યા ગણપતિ બાપ્‍પા મોર્યાના નાદ સાથે અગલે સાલ જલ્‍દી આના ભાવ સાથે ભૂદેવો દ્વારા ગણપતિ દાદાને ભાવપૂર્ણ વિદાય આપી હતી.

error: Content is protected !!
%d bloggers like this: