સમાચાર

ગાંધીબાગમાંથી મનોરંજનનાં સાધનો ગાયબ

છેલ્‍લા 10 વર્ષમાં રૂપિયા પાંચેક કરોડનો ખર્ચ એળે ગયો

ગાંધીબાગમાંથી મનોરંજનનાં સાધનો ગાયબ

પાલિકાનાં શાસકો અને ઉચ્‍ચકક્ષાનાં અધિકારીઓ ગાંધીબાગનાં નામે ભ્રષ્‍ટાચાર જ કર્યા કરે છે

લાખો રૂપિયાનાં સાધનો ચોરાઈ ગયા બાદ હજુ કોઈ તપાસ કે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ પાલિકા કમિશનરને પત્ર પાઠવીને તપાસની માંગ કરી

અમરેલી, તા. 31

અમરેલી શહેરમાં આવેલ ગાંધીબાગમાં છેલ્‍લા 10 વર્ષમાં રૂપિયા પાંચ કરોડનાં ખર્ચે મનોરંજન સાધનો ખરીદી પાર્ક બનાવવામાં આવ્‍યા બાદહાલ પાર્ક દીવો લઈને શોધવા પડે તેવી હાલત જોવા મળે છે.

દરમિયાનમાં આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ પાલિકાનાં કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની મઘ્‍યમાં આવેલ એકમાત્ર ગાંધીબાગ કે જેમાં એમ્‍બ્‍યુઝમેટ પાર્ક જેમાં સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 78, વર્ષ ર014-1પનાં રૂપિયા 3,8ર,67,000નાં ખર્ચે આ ગાંધીબાગની અંદર એમ્‍બ્‍યુઝમેટ પાર્ક બનાવવામાં આવેલ. તેમાં રમત-ગમત તેમજ કસરતના સાધનો બાળ ક્રિડાંગણને લગતા જેમાં ચિલ્‍ડ્રન ટ્રેઈન જેવા સાધનો તેમજ બ્‍લોક રોડ અને લાઈટીંગ વિગેરે નિર્માણ પાછળ આ ગ્રાન્‍ટમાંથી ખર્ચ કરેલ તેમજ અમૃત યોજના ર01પ-16નાં રૂપિયા 1પ97404નાં ખર્ચ પણ આવી કામગીરી પાછળ આ ગાંધીબાગની અંદર કરવામાં આવેલ. જેની જવાબદારી અમરેલી નગરપાલિકાનાં સત્તાધીશો અને અધિકારીઓની હોય છે. પરંતુ તા. ર9/8/ર0ર0નાં રોજ અમે જાતે આ બગીચાના સ્‍થળે જતાં આમાં રહેલી તમામ ચીજ વસ્‍તુઓ અને સાધનો ચોરી થયેલ છે અથવા તો નગરપાલિકાનાં જવાબદારોની મીઠ્ઠી નજર તળે આ કરોડોનાં ખર્ચે ખરીદેલ સાધનો અને મિલકત બારોબાર પગ કરી ગયેલ છે કે કેમ તે એક તપાસનો વિષય છે. તેમજ બ્‍લોક રોડ અને લાઈટના પોલ આડા પાડી દઈને લાઈટો ગુમ થયેલ જણાઈ આવે છે. તો આ સાર્વજનિકસંપત્તિને નુકસાન કરનાર વિરૂઘ્‍ધ સરકાર ઘ્‍વારા બનાવાયેલ લેટેસ્‍ટ કાયદા અન્‍વયે પોલીસ એફઆઈઆર કરી જાહેર સંપત્તિની ચોરી કરનાર તમામ ચોરને પકડી તેમની પાસેથી આ નુકસાનીનાં રૂપિયા રીકવર કરી નગરપાલિકામાં જમા કરાવવા તેમજ ચોરને યોગ્‍ય સજા થાય તે અંગે જે કંઈ જરૂરી હોય તે તમામ ઘટતું કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: