સમાચાર

અમરેલીનાં સબજેલમાં પીસીઓ કૌભાંડમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ઘણાં વર્ષોથી ચાલતા કૌભાંડનો ભેદ ખૂલી રહૃાો છે

અમરેલીનાં સબજેલમાં પીસીઓ કૌભાંડમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

જિલ્‍લા જેલનાં ર કર્મચારીઓની પણ અટકાયત

અમરેલી, તા.31

અમરેલી જિલ્‍લા જેલમાંથી ઝડતી તપાસ દરમિયાન મોબાઈલ ફોન મળી આવતા અમરેલી જિલ્‍લા જેલમાં મોટું ષડયંત્ર ચાલી રહયું હોવાની શંકા જતા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયના માર્ગદર્શન હેઠળ આ ગુન્‍હાની તપાસ અમરેલી એલ.સી.બી.ના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ. આર.કે. કરમટાને સોંપવામાં આવેલ.      આ ગુન્‍હાની તપાસ દરમિયાન અમરેલી જિલ્‍લા જેલમાં આવેલ વી.આઈ.પી. બેરેક નં. 9 તથા 10 (એટલે કે એક જ યાર્ડના પ)માં રહેતા કેદીઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું તેમજ અન્‍ય કેદીઓ પાસેથી કોલ કરવામાટે ઉંચા દરે પૈસા મેળવવાનો વહીવટ કરતા હોવાનું જણાઈ આવેલ.

બેરેક નં.9 તથા 10ના કેદીઓ, જેલમાં અન્‍ય કેદીઓ પાસેથી જેલની બહારની વ્‍યકિત સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરવા માટે ઉંચા દરે પૈસા મેળવી, ન આપે તો બળજબરીથી પણ કોલ કરવા માટેના પૈસા ઉઘરાવી, પીસીઓ ચલાવતા હતા. અમરેલી જિલ્‍લા જેલમાંથી ફકત જેલની બહારની વ્‍યકિતઓ સાથે જ નહીં પરંતુ સુરત જિલ્‍લા જેલના કેદીઓ સાથે પણ મોબાઈલ ફોન ઉપર વાતચીત થતી હોવાનું તપાસ દરમિયાન ખૂલવા પામેલ છે.

આ ગુન્‍હાની તપાસ દરમિયાન અગાઉ કુલ 6 આરોપીઓ અટક કરવામાં આવેલ હતા અને વધુ તપાસ દરમિયાન અમરેલી જિલ્‍લા જેલના બે કર્મચારીઓ જયરાજભાઈ ધોહાભાઈ માંજરીયા (જેલ સહાયક) સુરેન્‍દ્રભાઈ ધીરૂભાઈ વરૂ (જેલ સહાયક) રહે. અમરેલીએ જ જેલની અંદર કેદીઓને મોબાઈલ ફોન તથા મોબાઈલ સીમ કાર્ડ પહોંચાડેલ હોવાનું ખૂલવા પામેલ છે. જેલમાં કેદીઓને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા દેવા બદલ આ કેદીઓના સગા-સંબંધીઓ પાસેથી અગાઉ અટક કરેલ આરોપી નરેશ ઉર્ફે નરશી ભીખાભાઈ વાઘેલા રૂપિયા ઉઘરાવી જેલના બે કર્મચારીઓને પહોંચાડતો હતો. આ બંને કર્મચારીઓ અમરેલી જિલ્‍લા જેલના સ્‍થાનિક ઝડતી સ્‍કોડમાં હતા પરંતુ તેઓ બેરેકની ઝડતી ફકત ઔપચારિક રીતે કરતા હતા અને ઝડતી દરમિયાનવહીવટ વાળા કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવે તો પણ આંખ આડા કાન કરી, કોઈ કાયદેસર કાર્યવાહી કરતા ન હતા. આ અંગે વધુ પુરાવાઓ મેળવી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી :  (1) કાંતિ મુળજીભાઈ વાળા (ઉ.વ.37) રહે. સાવરકુંડલા, હાથસણી રોડ, રાધેશ્‍યામ સોસાયટી (ર) સુરેશ ઉર્ફે સુરા સાર્દુળભાઈ હાડગરડા, રહે. નાગધ્રા, તા. ધારી, જિ. અમરેલી (3) શૈલેષ નાથાભાઈ ચાંદુ રહે. દોલતી, તા. સાવરકુંડલા (4) ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી રહે. અમરેલી જુમ્‍મા મસ્‍જિદ પાસે.

અટક કરેલ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :  શૈલેષ નાથાભાઈ ચાંદુ રહે. દોલતી, વિરૂઘ્‍ધ ત્રિપલ મર્ડર, ખૂનની કોશીષ, લૂંટ, મારા મારી, ગુનાહિત ધમકી, બળજબરીથી કઢાવી લેવું, એટ્રોસીટી, ગેરકાયદેસર હથિયાર રાખવું, નગવહતફહ બહત,  પ્રોહિબીશન સહિતના 9 ગુન્‍હાઓ નોંધાયેલ છે. ઈરફાન ઉર્ફે ટાલકી મહમદભાઈ ખીમાણી રહે. અમરેલી વાળા વિરૂઘ્‍ધ ખોટો દસ્‍તાવેજ બનાવવાના, મારા મારી, ધાકધમકી, ગેરકાયદેસર હથિયાર તેમજ વિદેશી દારૂની હેરફેર, કબ્‍જાના કુલ 8 ગુન્‍હાઓ નોંધાયેલ છે. કાંતિ મુળજીભાઈ વાળા રહે. સાવરકુંડલા વાળા વિરૂઘ્‍ધ ખૂન, છેડતી, પ્રિઝન એકટ હેઠળ મળી કુલ 3 ગુન્‍હા નોંધાયેલ છે. સુરેશ ઉર્ફે સુરા સાર્દુળભાઈહાડગરડા રહે. નાગધ્રા, (તા. ધારી),  વાળા વિરૂઘ્‍ધ લૂંટની કોશીશ, છેતરપીંડી, બળાત્‍કાર, એટ્રોસીટી, મારા મારી સહિત કુલ 6 ગુન્‍હા નોંધાયેલ છે.

જયારે આ કામના આરોપી દાદુ નાથાભાઈ ચાંદુ રહે. દોલતી, નાનજી કાળાભાઈ વાઘેલા રહે. હાલ ટીંબી, ભુપત હિરાભાઈ વાઘેલા (ઉ.વ.36) રહે. લીખાળા, (તા. સાવરકુંડલા), રણજીત ધીરૂભાઈ વાળા રહે. નાની ધારી,(તા. ખાંભા), અટક કરવાના બાકી હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.

આ ગુન્‍હાની તપાસ હાલ શરૂ છે અને હજી પણ આમાં વધુ આરોપીઓ સંડોવાયેલ હોવાની શકયતા હોય, તપાસ દરમિયાન સંડોવણી જણાઈ આવ્‍યેથી હજી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તેમ પણ જાણવા મળેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: