સમાચાર

લીલીયા મોટામાં વેપારી ચા પીવામાસ્‍ક ઉતારે તો રૂપિયા 1 હજારનો દંડ

લીલીયા મોટામાં વેપારી ચા પીવામાસ્‍ક ઉતારે તો રૂપિયા 1 હજારનો દંડ

ચેમ્‍બર ઓફ કોમર્સની મામલતદારને રજૂઆત

લીલીયા, તા.31

લીલીયા મોટા ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, સરકાર દ્વારા આમ જનતાને કોરોના રોગથી બચાવવા માટે માસ્‍કનો ઉપયોગ ફરજિયાત કરેલ છે અને લીલીયા શહેર તથા તાલુકાની જનતા પણ નિયમિત રીતે માસ્‍કનો ઉપયોગ કરે જ છે. અને માસ્‍કની જાગૃતિ માટે રૂા. 1,000ના દંડની જોગવાઈ કરેલ છે. તાલુકાની મોટા ભાગની જનતા ધંધાર્થે મોટા મહાનગરોમાં સ્‍થાયી થયેલ છે અને હાલ ચાલી રહેલ મંદીના કારણે લીલીયાના વેપારીને આખો દિવસના રૂા. 1,000નો વેપાર પણ થઈ શકતો નથી. તેવામાં કોઈ વેપારીએ તેની દુકાને ગ્રાહક કે મહેમાનો માટે ચા કે ઠંડુ મંગાવેલ હોય કે પાણી પીવા માસ્‍ક ઉતારેલ હોય, ત્‍યારે સંજોગો વશાત પોલીસ વિભાગના કર્મચારી માસ્‍કના ચેકીંગમાં જોઈ જતા રોજ 8 થી 10 જેટલા વેપારીને રૂા. 1,000નો દંડ ભરવો પડે છે. અને જેના કારણે વેપારીને આર્થિક માર પડે છે. તો વેપારીઓ તથા આમ જનતાના હિતમાં આપની કક્ષાએથી પોલીસ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરી કોઈ વેપારી કે જનતાએ ચા, પાણી, ઠંડુ પીણું પીવા માટે માસ્‍ક ઉતારેલ હોય ત્‍યારે દંડ ન આપવા ઘટતું કરવા યોગ્‍ય કરવા અંતમાંમાંગ કરેલ છે.

error: Content is protected !!
%d bloggers like this: