સમાચાર

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ‘મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના’નાં વધામણા

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ‘મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના’નાં વધામણા

સાવરકુંડલા એપીએમસીમાં ચેરમેન દીપકભાઈ માલાણી અને વા. ચેરમેન મનજીભાઈ તળાવીયાની આગેવાની નીચે અગાઉની અઘરી અને આટીઘૂટીવાળી પાકવીમા યોજનાને બદલે ગુજરાત સરકાર તરફથી રાજયના મુખ્‍યમંત્રીએ જાહેર કરેલ ભમુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનાભને આવકારી, વધાવી ખુશી વ્‍યકત કરવાનો કાર્યક્રમ તાલુકાના સહકારી કાર્યકરો, ખેડૂતો અને ખેડૂતોમાં કામ કરતા કાર્યકરોની હાજરીમાં યોજાયો. જેમાં માર્કેટયાર્ડના પ્રવેશદ્વારે આ યોજનાના વિશાળ કદના હોલ્‍ડીંગ લગાવી સાથે આ યોજનાની સરળ પ્રક્રિયા બાબતે વિગતો સાથે મંતવ્‍યો અને સમજૂતી આપવામાં આવેલ. જેમાં એપીએમસીના ચેરમેન દીપકભાઈ માલાણી, વાઈસ ચેરમેન મનજીબાપા તળાવીયા, જિ.પં. સદસ્‍ય લાલભાઈ મોર, તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલીયા, ભાજપ અગ્રણી પુનાભાઈ ગજેરા, તા.પં. પૂર્વ ઉપપ્રમુખ મંગળુભાઈ ખુમાણ, એપીએમસીના ડાયરેકટરો જસુભાઈ ખુમાણ, ચેતનભાઈ માલાણી, અશ્‍વિનભાઈ માલાણી, ભીખાલાલ આકોલીયા, ઘનશ્‍યામભાઈ કસવાળા, હરેશભાઈ મશરૂ, દુલાભાઈ કોઠીયા, કિશોરભાઈ બુહા, તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના ખેડૂતો નાથાભાઈ જોગરાણા, કાળુભાઈ ખુંટ, દુલાભાઈ મોર, મગનભાઈ શ્‍યોરા, વિનુભાઈ વિરાણી, કાળુભાઈ કથીરીયા, ચિરાગભાઈ હીરપરા, બાબુલાલ કુબાવત, લલીતભાઈ બાળધા, કનુભાઈ દેસાઈ અને તાલુકા સહકારી યુનિયન વતી હરીભાઈ ઠુંમર, મુસ્‍તાકભાઈ જાદવ, સહકારી અગ્રણીઓ ભીખાભાઈ કાબરીયા, કરમશીભાઈ કાનાણી, દયાશંકરભાઈ જાની,બાબુભાઈ રમણા, અશોકભાઈ માલાણી, ધીરૂભાઈ કથીરીયા, દિલીપભાઈ વ્‍યાસ વિગેરે ઉપસ્‍થિત રહેલ. આ પ્રસંગે અત્રે ઉપસ્‍થિતોને ચેરમેન દીપકભાઈ માલાણીએ કાર્યક્રમની પૂર્વભૂમિકા અને સારરૂપ વિગતો જણાવી મંતવ્‍ય વ્‍યકત કરતા કહેલ કે જુની પાકવીમા યોજનાના સ્‍થાને રાજયના મુખ્‍યમંત્રીએ જાહેર કરેલ ભમુખ્‍યમંત્રી કિસાન સહાય યોજનાભમાં રાજયના ખેડૂતોને સમયસર વળતર અને લાભની પૂરી સંભાવના વાળી છે. સાથે જુની પાકવીમા યોજનાની આટીઘૂટીના કારણે બની બેઠેલા શ્‍યુડો ખેડૂત આગેવાનોનો રાજકીય વકરો ઘટાડે તેવી છે. પાકવીમા પર રમાતુ કલરફૂલ રાજકારણ કદાચ ડિસ્‍કલર પણ બની જાય. આ યોજનાથી ખેડૂતો ઉપરથી પાકવીમા પ્રીમિયમનો ખર્ચ નીકળી ગયેલ છે. પ્રીમિયમ માટે ખેડૂતોએ એક પણ રૂપિયો ભરવાનો નથી અને તોય બધો જ ખેડૂતોનો સમાવેશ. પેલામાં તો પ્રીમિયમ ભરે, લોન લે એટલાનો જ સમાવેશ. એટલે પ્રીમિયમ પત્રકો અને ક્રોપકટીંગ વિ. જટીલ આટીઘૂટી વાળી પ્રક્રિયા વગરની યોજના મુખ્‍યમંત્રીએ જાહેર કરેલ છે. તે ખેડૂતોને પાક નુકસાની સામે એકદમ સરળતાથી અને વિલંબ વગર વળતર સહાય    મળે તેવી પ્રક્રિયા વાળી સરકારની યોજના છે. એટલે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મેળવવા લાંબી પ્રક્રિયા નહીં કરવી પડે. જુની યોજનામાં તો માત્ર અપૂરતો વરસાદ કે દુષ્‍કાળ સામે જવળતરની જોગવાઈ હતી. આ નવી યોજનામાં દુષ્‍કાળ ઉપરાંત માવઠાથી નુકસાન થાય કે ઝંઝાવાતી અતિવૃષ્‍ટિથી નુકસાન થાય તોય વળતરની જોગવાઈ છે. જે ખેડૂતો માટે વિશેષ કવચ છે અને તે પણ રાજયના દરેક અંદાજે પ6 લાખ જેટલા ખેડૂતોનો સમાવેશ એકપણ રૂપિયાના પ્રીમિયમ ભર્યા વગર આ યોજનામાં થયેલ છે. જે આ યોજનાની મુખ્‍ય વિશેષતા છે. એટલે આ યોજના લાવવા બદલ મુખ્‍યમંત્રી અને સરકારને અભિનંદન આપણે સૌએ એક ખેડૂતના કાર્યકર કે સહકારી કાર્યકર તરીકે આપવા ઘટે. એટલે આજે મળી આવકારી, વધાવી સરકારને અભિનંદન પાઠવીએ છીએ. આ યોજનાની નોંધ વધુમાં વધુ ખેડૂતો લે અને તેવો પ્રચાર અને પ્રસાર થાય એટલું જ નહીં આ કાર્યક્રમ આજના પૂરતો આ માત્ર પ્રાસંગિક બની જાય એવું નથી કરવાનું પણ આ માર્કેટીંગ યાર્ડ જેનો ધંધો અને આજીવિકા ખેતી છે તેવા અસલ ખેડૂતો કે જે કોઈથી રંગાયા કે અંજાયા નથી તેઓ તમામને અપીલ કરશે કે કમસે કમ આ યોજનાની નોંધ લ્‍યો અને આ બાબતે સાંભળો, વિચારો અને ઉંડા ઉતરો અને શ્‍યુડો ખેડૂત નેતાઓને ઓળખો. આ રીતે યાર્ડના માઘ્‍યમથી આ યોજનાનો સતત પ્રચાર અને પ્રસારને એક ઝુંબેશ કે મિશનના રૂપમાં સતત ચાલુ રાખશે. કારણ કે જુની પાકવીમા યોજનાને કારણે જિલ્‍લામાં અનેક લોકો પોતાને ખેડૂત આગેવાનકે ખેડૂત કાર્યકરનું લેબલ મેળવી ગયા છે કે જેને ખેતી કે ખેડૂતો સાથે કોઈ નિસ્‍બત નથી. કોઈ દિવસ મગફળી કે બાજરા, કઠોળનું ખરૂ જોયું નથી અમુક તો ચૂંટણીફંડના વધેલા નાણાંમાંથી જમીનો ખરીદી અને ખેતીવાળા થયા છે. ઉપરથી આયોજત ખેડૂતસભામાં ડાયરેક ગોવાથી આવે અને ખેતીના સવાલો પર સધા સંબોધે અને પાછા ગોવા જતા રહે. આવા ફાઈવસ્‍ટાર લોકોમાં પણ ખેડૂતોને પોતાના હમદર્દ અને તારણહાર હોવાનો અહેસાસ થાય તો તે પણ એક અંધશ્રઘ્‍ધા છે. આવી બાબતોની પોલખોલ થાય અને અંધશ્રઘ્‍ધા દૂર થાય તે એન્‍ગલથી પણ આ માર્કેટીંગ યાર્ડ અને તાલુકાના સહકારી લોકો આ યોજના સાથે 0% વ્‍યાજવાળી યોજના વિગેરેને માઘ્‍યમ બનાવી વિવિધ પ્રવૃતિઓ સતત હાથ ધરશે. માલાણીએ સ્‍વઅનુભવ વ્‍યકત કરતા જણાવેલ કે આ જિલ્‍લાના કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી જુઠા જુઠેશ બંધુઓ કહેવાય તેવા લોકો પણ તત્‍કાલીન મુખ્‍યમંત્રીને અનેકવાર ભભગપોડીદાસભભના સંબોધનથી સંબોધી શકે તેમાં પણ થોડેઘણે અંશે જુની યોજના કારણભૂત ગણવી રહી. નહીંતો હેસિયત બાર સંબોધન વારંવાર ન થઈ શકે. વંડા ગામના ખેડૂત અને યાર્ડના વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવીયાએ પણ આ યોજનાને આવકારી, વધાવી અને ખેડૂતો માટે ખુશી લાવનારી ગણાવી. સાથે સરકારે પ્રાઈવેટ વીમા કંપનીઓના દરવાજા બંધ કરીદીધા. તેની નોંધ લેવા ખેડૂતો સાથે પાકવીમા બાબતે અત્‍યાર સુધી રાજકીય માઈલીંગ લેવાનું લોકોને ખાસ ટકોર કરેલ. અને દીપકભાઈ માલાણીએ પોતાના મંતવ્‍યોમાં કહેલ છે કે ભજે કોઈથી અંજાયા કે રંગાયા નથી, પ્‍યોર ખેતીનો જ ધંધો કરે છે તેવા અસલ ખેડૂતો આ યોજના બાબતે વિગતો મેળવે, વિચારે અને ઉંડા ઉતરે તે જરૂરી છે. બાકી જેમને અન્‍ય રંગે રંગાયેલાની રીતે દરેક યોજના મુલત્‍વી હોય તેમને માટે 0% વ્‍યાજની કે સાડાતેર હજાર રૂપિયા માવઠાની યોજનાની જેમ બધામાંથી દૂધમાંથી પુરા કાઢવાનું અટકાવી નહીં શકીએ.ભ અંતમાં યાર્ડના ડાયરેકટર અને ખડસલી ગામના સરપંચ ચેતનભાઈ માલાણીએ ઉપસ્‍થિત સૌ સહકારી મિત્રો, ખેડૂતો અને ખેડૂતો કાર્યકરો તથા મીડિયા મિત્રોનો આભાર માની સેક્રેટરી અને યાર્ડના સ્‍ટાફને તેમની તૈયારી અને કામગીરી બદલ બિરદાવેલ.

error: Content is protected !!
%d bloggers like this: